રાજકોટ
પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા વેક્સિનેશન પૂર્ણ થયાનો મનપા દાવો કરી રહી છે ત્યારે બીજા ડોઝમાં પણ ૧૦૦ ટકા ટાર્ગેટ પૂર્ણ કરવા મનપા ઉંધા માથે કામગીરી કરી રહી છે. અત્યાર સુધી રાજકોટમાં ૮૫ ટકા લોકોએ વેક્સિનનો બીજાે ડોઝ લઇ લીધો છે. છતાંય ૧ લાખ ૮૫ હજાર જેટલા લોકોએ હજુ પણ વેક્સીનનો બીજાે ડોઝ લીધો નથી. ત્યારે મનપા દ્વારા હવે વેક્સિનેશન વધારવા કામગીરી કરવામાં આવી રહી છેરાજકોટમાં આજે મનપા દ્વારા રસીકરણનો ટાર્ગેટ પૂરો કરવા વેક્સિનેશન મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં આજે ૨૦ હજાર લોકોને રસીનો બીજા ડોઝ આપવાનું લક્ષ્ય મનપાએ નિર્ધારિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં શુક્રવારે બે મહત્ત્વની ઘટના બની છે. જેમાં ૪ મહિના બાદ પ્રથમ મોત નોંધાયું છે તેમજ જયપુરથી આવેલા પૈકીમાં વધુ એક કેસ પોઝિટિવ આવ્યો છે. ત્યારે ઓમિક્રોનની દહેશત વચ્ચે રસીનો ટાર્ગેટ પૂરો કરવા તંત્ર ઊંધા માથે થયું છે. રાજકોટ શહેરમાં તહેવારો બાદ દરરોજ એક-બે કેસ કોરોનાના સામે આવી રહ્યા છે. ઓમીર્કોનની દહેશત અને કોરોનાના વધતા જતા કેસને લઈને મનપા દ્વારા વેક્સિનેશન વધાર્યું છે અને તે માટે લોકો માટે અલગ અલગ ઇનામની જાહેરાત અને કેમ્પ કરવામાં આવી રહ્યા છે. ત્યારેઆજે રાજકોટમાં મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
