Gujarat

રાજકોટમાં ખાનગી હોટલના ચોથા માળેથી બાળકી નીચે પટકાતા મોત, માતા મોબાઇલમાં વ્યસ્ત હોવાનું હોટલ સ્ટાફનું કેહવુ

રાજકોટ
રાજકોટ માં એક અત્યંત ચોંકાવનારો અને માતા-પિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો બન્યો છે, શહેરનાં ગોંડલ રોડ ઉપર ની એક ખાનગી હોટેલનાં ચોથા માળેથી પટકાતા દોઢ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થતા અરેરાટીભર્યા દૃશ્યો સામે આવ્યા છે. સીસીટીવીમાં જાેઇ શકાય છે કે બાળકી નીચે પટકાયા બાદ ઉચડી પડી હતી. આ બનાવ મુદ્દે હોટલના સ્ટાફનું એક જ રટણ છે કે, બાળકી ચોથા માળે રમી રહી હતી ત્યારે તેની માતા મોબાઇલમાં વ્યસ્ત હતી. હોટલ સ્ટાફનાં જણાવ્યા મુજબ માતા-પુત્રી લગ્ન હોવાથી અમારી હોટલનાં ચોથા માળે રૂમ બૂક કરાવ્યો હતો. બંને રૂમમાં હતા ત્યારે માતા મોબાઈલ જાેઈ રહી હતી. ત્યારે જ તેની બાળકી રમતા રમતા બારીમાંથી નીચે પડી ગઈ હતી. ઘટનાને પગલે માસૂમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પુત્રીનાં મોતની જાણ થતા માતા પણ આઘાતને કારણે બેહોશ થઈ જતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે. ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પુનાના રહેવાસી અને કડિયા કામ કરતા કામિનીબેન (નામ બદલ્યું છે) રાજકોટમાં લગ્ન પ્રસંગ હોવાથી ગોંડલ રોડ પર આવેલી એક હોટલમાં ચોથા માળે રૂમ બૂક કરાવ્યો હતો. તેની પુત્રીનું નામ ક્રિષા (નામ બદલ્યું છે). તેમજ કામિનીબેનના પતિ રાજેશભાઈ (નામ બદલ્યું છે) છે, માતા-પુત્રી રૂમમાં હતા ત્યારે માતા મોબાઇલમાં વ્યસ્ત બનતા રમી રહેલી ક્યારે તેમની પુત્રી બારીના ભાગે જતી રહી તેનો ખ્યાલ રહ્યો નહોતો.
રમતા રમતા ક્રિષા બારીમાંથી નીચે પટકાઈ હતી અને ખાનગી ડ્રાઇવરને જાણ થતા તેણે બૂમો પાડતા હોટલના કર્મચારીઓ એકઠા થઇ ગયા હતા અને તેની માતાને જાણ કરવામાં આવી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી પરતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *