Gujarat

રાજકોટમાં ગાઢ ધુમ્મસને લીધે વાહનચાલકોમાં પરેશાની

રાજકોટ
સૌરાષ્ટ્ર સાથે રાજકોટ મહાનગરમાં આજે સૂર્યદેવ વાદળોમાં છુપાયેલા રહ્યા હતા. જ્યાં ગોંડલ,વીરપુર અને આટકોટ પંથકમાં આજે વાતાવરણમાં પલ્ટો જાેવા મળ્યો હતો. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા નહોતા. ગાઢ ધુમ્મસને કારણે વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યાં હતા. ગાઢ ધુમ્મસને કારણે શિયાળુ પાક જીરાને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતા જાેવા મળી હતી. ગાઢ ધુમ્મસની અસર સૌથી વધારે જીરાને પાકને થાય છે. ગાઢ ધુમ્મસને કારણે ધૂંધળુ વાતાવરણ જાેવા મળ્યું હતું.રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે ડીસેમ્બર માસનું પ્રથમ સપ્તાહ મહદઅંશે ટાઢવહિોણું રહયા બાદ છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયેલી ઠંડીનું જાેર આજે વહેલી સવારે પણ યથાવત રહયુ હતુ. તેમાંય રાજકોટ શહેરની સાથે ગોંડલ,વીરપુર અને આટકોટમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ હતી. વિઝીબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ હતી અને પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેમજ સવારમાં ઠંડો પવન ફૂંકાતા લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળો છવાતા ટાઢોડુ છવાયુ છે. રાજકોટ મહાનગરમાં આજે સવારથી સૂર્યદેવ વાદળોમાં છૂપાયેલા રહેતા વાદળીયા માહોલમાં હવામાં ભેજના વધારા સાથે ઠંડો પવન ફુંકાવો શરૂ થતા દિવસભર ટાઢોડુ રહેતા લોકોએ સ્વેટર, ટોપી, શાલ, મફલરનો સહારો લેવો પડયો હતો. ભર બપોરે ઠંડકથી રાજકોટ મહાનગરમાં હીલ સ્ટેશન સમા દ્દશ્યો જાેવા મળ્યા હતા.

Thick-fog.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *