Gujarat

રાજકોટમાં ઘરમાં નજરકેદ વૃદ્ધાને દરવાજાે તોડી બહાર કાઢ્યા

રાજકોટ
રાજકોટ નજીક આવેલા માધાપર ગામે રહેતા એક વૃદ્ધાને તેના દીકરાએ શુક્રવારે સાંજે ઘરની અંદર પૂરી દીધા હતા. અનેક વખત આજીજી કરવા છતાં તેને બહાર નહિ કાઢતા આખરે વૃદ્ધાએ જાતે ફોન કરીને ૧૮૧ની ટીમને જાણ કરી હતી. ૧૮૧ની ટીમે પીસીઆરની મદદથી પાછળના ભાગે રહેલા જર્જરિત દરવાજાને તોડી પાડીને ઘરમાં પ્રવેશ કરીને વૃદ્ધાને બહાર કાઢ્યા હતા. ૧૮૧ ટીમે વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરતા તેને જાણવા મળ્યું કે, તેને સંતાનમાં ત્રણ દીકરા છે. જેમાં એક દીકરો તેની સાથે રહે છે અને તેને કેન્સરની બીમારી છે. તે બીજી વખત કેન્સરનો ભોગ બનેલો છે. સાથે દારૂ પીવાની ટેવ ધરાવે છે. જ્યારે ૧૮૧ની ટીમે તેના બીજા દીકરાને જાણ કરી તો તેને મદદ કરવાની અને જવાબદારી લેવાની ના પાડી દીધી. આખરે માજીને ઘરે રહેવામાં ભય લાગતા તેને આશ્રય સ્થાનમાં આશરો આપ્યો હોવાનું કાઉન્સેલર લક્ષ્મીબેન ગુપ્તા જણાવે છે.માજીને ત્રણેય દીકરા આગલા ઘરના છે ૧૮૧ની ટીમના કાઉન્સેલર લક્ષ્મીબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે, માજીને સંતાનમાં ત્રણ દીકરા છે તે આગલા ઘરના છે અને તેના પતિ ગુજરી ગયા છે. હાલ માજીનું ગુજરાન પેન્શનમાંથી થાય છે. માતાને પૂર્યા બાદ દીકરો પણ ઘરમાં જ હતો. ૧૮૧ની ટીમ ઘટનાસ્થળે પહોંચી શરૂઆતમાં દરવાજાે ખટખટાવ્યો હતો આમ છતાં તેને દરવાજાે ખોલ્યો નહોતો. આથી, આજુ બાજુમાંથી ઘરમાં કોઈ રીતે પ્રવેશ કરી શકાય છે કે નહિ તેનું નિરીક્ષણ કર્યું હતું. ઘરના તમામ દરવાજા બંધ હતા. આખરે માજીના કહેવાથી ઘરની પાછળના ભાગે આવેલો દરવાજાે તોડીને ઘરમાં પ્રવેશ કર્યો અને માજીને બહાર કાઢવામાં આવ્યા હતા. ૧૮૧ ટીમના કાઉન્સેલિંગ દરમિયાન માજીએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે, તેનો દીકરો કોઇ કામધંધો કરતો નથી. આ રીતે અવારનવાર અનેક વખત આવી નાની- મોટી તકલીફ સહન કરી છે. હવે મારે મિલકત- પૈસા કાંઈ જાેતું નથી. અહીં રહેવામાં મારા જીવને જાેખમ છે. આથી મહિલાને સુરક્ષિત સ્થાને આશરો અપાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *