Gujarat

રાજકોટમાં પણ કોરોનાએ માથુ ઊંચક્યું

રાજકોટ
દિવાળીના સમયે જ લોકો ખરીદી કરવા બજારોમાં ઉમટી પડ્યા હોય છે જેના કારણે લોકો સાથે નો સંપર્ક વધે છે અને તેના કારણે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં દિવાળીના તહેવારો નજીક આવતા જ કોરોનાએ માથું ઊંચક્યું છે. ગઇકાલે શહેરમાં બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. હાલ કુલ કેસની સંખ્યા ૪૨૮૪૩ પર પહોંચી છે. આમ શહેરમાં સારવારમાં રહેલા દર્દીની સંખ્યા વધીને ૧૪ પર પહોંચી છે. દિવાળીના તહેવારો સમયે જ કોરોનાએ દેખા દેતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. ગઇકાલે શહેરમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના કુલ ૪૩૪૨ નાગરિકોએ વેક્સિન લીધી હતી. શહેરના વોર્ડ નં.૧૧ માં આવેલા જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા ૫૯ વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેમના સીધા સંપર્કમાં આવેલા હાઈરિસ્ક ૯ લોકોના ટેસ્ટ અને ૨૫ લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે. જ્યારે બીજાે કેસ વોર્ડ નં.૭માં આવેલા જાગનાથ પ્લોટમાં રહેતા ૩૮ વર્ષીય મહિલાનો નોંધાયો છે. તેઓ ૨૮ ઓક્ટોબરના રોજ મુંબઈથી રાજકોટ આવ્યા હતા અને તે જ દિવસે કોરોના ટેસ્ટ કરાયો હતો. જે પોઝિટિવ આવતા તેમના સીધા સંપર્કમાં આવેલા હાઈરિસ્ક ૨ લોકોના ટેસ્ટ અને ૨ લોકોનું સ્ક્રીનિંગ આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. શહેરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવવાની શક્યતાને લઈને હવે રાજકોટ શહેરમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા એક મહિનામાં કોરોનાના કુલ ૨૦ કેસ નોંધાયા છે. જેમાં ૧ ઓક્ટોબરે એક કેસ, ૫ ઓક્ટોબરે ૨ કેસ, ૮ ઓક્ટોબરે ૧ કેસ, ૧૧ ઓક્ટોબરે ૧ કેસ, ૧૨ ઓક્ટોબરે ૧ કેસ, ૧૯ ઓક્ટોબરે ૩ કેસ, ૨૦ ઓક્ટોબરે ૩ કેસ, ૧૯ ઓક્ટોબરે ૩ કેસ, ૨૦ ઓક્ટોબરે ૩ કેસ, ૨૨ ઓક્ટોબરે ૨ કેસ, ૨૭ ઓક્ટોબરે ૨ કેસ, ૨૮ ઓક્ટોબરે ૨ કેસ, ૩૦ ઓક્ટોબરે ૨ કેસ કોરોનાના નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *