Gujarat

રાજકોટમાં પ્રથમ વખત અશાંત ધારો લાગૂ, મકાનના ખરીદ-વેચાણ માટે કલેક્ટરની લેવી પડશે મંજૂરી

Gujarat Disturbed Areas Act: ગુજરાતમાં આગામી મહિને યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat Local Body Polls) રહેલા મહેસૂલ વિભાગે રાજકોટમાં અશાંત ધારો (Disturbed Areas Act In Rajkot) લાગુ કર્યો છે. જે મુજબ શહેરના રૈયા રોડ, એરપોર્ટ રોડ અને રેસોકોર્ષ રિંગ રોડ પર આવેલી 28 જેટલી સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવાનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે રાજકોટના રૈયા રોડ, એરપોર્ટ રોડ અને રિંગ રોડ પર આવેલી છોટુનગર,નિરંજન સોસાયટી,નહેરુ નગર , સિંચાઈ નગર, ઈન્કમટેક્ષ સોસાયટી, અવંતિકા પાર્ક જેવી સોસાયટીઓ માટે અશાંત ધારો (Disturbed Areas Act In Rajkot) લાગૂ કર્યો છે. આ જાહેરનામા મુજબ, અશાંત ધારો (Gujarat Disturbed Areas Act) લાગૂ થયા બાદ આ વિસ્તારની જમીન કે અન્ય સંપત્તિઓના માલિકોએ પોતાની સંપત્તિ વેચતા પહેલા આ માટે કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે. રાજકોટ માટે પ્રથમ વખત લાગૂ કરવામાં આવેલ અશાંત ધારો (Disturbed Areas Act In Rajkot) 13 જાન્યુઆરી 2021થી 12 જાન્યુઆરી 2026 સુધી લાગૂ રહેશે.

રાજ્યના નાગરિકોને શાંતિ-સલામતી અને સુરક્ષા પુરી પાડવાના હેતુથી અશાંત ધારાનો કાયદો (Gujarat Disturbed Areas Act) લાવવામાં આવ્યો હતો. આ કાયદા અંતર્ગત અશાંત જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં જિલ્લા અધિકારીની મંજૂરી વિના કોઈ એક ધર્મના સભ્યો દ્વારા અન્ય ધર્મના સભ્યોને સંપત્તિત વેચવા પર રોક લગાવવામાં આવી છે. આ કાયદા (Gujarat Disturbed Areas Act) અંતર્ગત 3 થી 5 વર્ષની સજા અને એક લાખ રૂપિયાના દંડ અથવા સંપત્તિના 10 ટકા (જે પણ વધારે હોય) દંડની જોગવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *