જૂનાગઢ…..
એંકર…..
રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા
ગરીબ પરિવારોને ધાબળા વિતરણ…
વિઓ……
આવતીકાલના રોજ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ જૂનાગઢ દ્વારા જૂનાગઢ માં વસતા ગરીબ પરિવારો માટે જે છેલ્લા 8 મહિના માં કોરોના ની મહામારી ની વચ્ચે જે ગરીબ પરિવાર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આ શિયાળા ની કડકડતી ઠંડી માં જે ફુટપાથ ઉપર ગરીબ માણસો આવી કાતિલ ઠંડી ની વચ્ચે ઝઝૂમી રહ્યા છે ત્યારે ડો.રાહુલભાઈ અશોકભાઈ પંડયા(m. D) ના સૌજન્યથી ગઈ કાલે સાંજે રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ જૂનાગઢ દ્વારા ધાબળા નું વિતરણ કરવામાં આવેલ હતું.
છેલ્લા 3 દિવસ થી ચાલતી અવિરત સેવા માં અત્યાર સુધી માં જૂનાગઢ શહેરના મુખ્ય સ્થળ ભવનાથ, બસ સ્ટેશન, દોલતપર, બહાઉદ્દીન કોલેજ, મધુરમ, ઝાંઝરડા રોડ વગેરે વિસ્તારમાં અત્યાર સુધી માં 300 ધાબળા વિતરણ કરી ચૂક્યા છે અને હજુ 200 ધાબળા નું વિતરણ કરવામાં આવશે.
રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા ગરીબ લોકોને સરપ્રાઇઝ આપે તે રીતે ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું, ગરીબ લોકો સૂતા હોય ત્યારે જ ઓઢાળી ને સરપ્રાઇઝ આપવા માં આવી હતી.
રિપોર્ટ બાય ઋષિ જોશી જૂનાગઢ


