Gujarat

રાજુલા તાલુકાના વિકટર ગામે ભવ્ય તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું.

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
છેલ્લાં ૭ વર્ષથી રાજુલા તાલુકાના વિકટર ગામે સીતાવન આશ્રમ નકલંક ધામ તથા વિકટર ગામે સમસ્ત દ્વારા આયોજિત માતા તુલસી વૃંદા અને ભગવાન શ્રી ઠાકોરજી મહારાજના વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ કોરોનાની મહામારીના વાતાવરણમાં સરકારની ગાઈડલાઈન મુજબ તુલસીવિવાહનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે ભગવાન ઠાકોરજી મહારાજની જાડેરી જાન નેસડા વિસ્તારમાંથી ઉકાભાઈ ભરવાડ નાં ઘરે થી આવશે.
તુલસી વિવાહ દરમિયાન તા.૧૫-૧૧ ને સવારે 9-30 કલાકે મંડપ મુહૂર્ત તથા તા.૧૫ ને સોમવારે બપોરે ૩-૦૦ કલાકે જાન આગમન થશે તથા સાંજના ૫-૦૦ કલાકે બહેનોની પૂજાવિધિ કરવામાં આવશે. આ તુલસી વિવાહના મહાપ્રસાદ નાં દાતાશ્રી કરણભાઈ બારૈયા અમરેલી જિલ્લા પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ તરફથી છે તથા લાણાના દાતાશ્રી ધારાસભ્ય અંબરીષભાઈ ડેર છે ફરાળના દાતાશ્રી સ્વ. ભરતભાઈ વાજા (હ. વિશાલભાઈ) ભુપતભાઇ વેકરિયા, કિશોરભાઈ ગુજરીમાં,પતાભાઈ બાંભણીયા, પ્રકાશભાઈ વેગડ છે. મંડપ સર્વિસ નાં દાતાશ્રી જય મહાકાળી મંડપ સર્વિસ છે. ડીશના દાતાશ્રી જય માતાજી તરફ આપવામાં આવશે. તુલસી વિવાહ માં આ વિસ્તારના સાધુ-સંતો, રાજકીય અને સામાજિક ક્ષેત્રે નાં આગેવાનો સહિત નાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેશે.
તો રાજુલા જાફરાબાદ અને મહુવા ની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય તુલસી વિવાહ માણવાનો તથા અખિલ બ્રહ્માંડના નાયકના દર્શને પધારવા સીતાવન આશ્રમ નકલંક ધામ નાં મહંત પ્રફુલદાસ બાપુ તથા સમસ્ત વિકટર ગામ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

IMG_20211112_140255.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *