Gujarat

રાજ્યના વિકાસમાં પાટીદારોનું ફાળો અનેરો ઃ અમિત શાહ

અમદાવાદ
અમિત શાહ આજે સવારે ૧૧ કલાકે સોલા સ્થિત ઉમિયાધામ શિલાન્યાસ વિધીમાં હાજરી આપશે. ત્યાર બાદ સાંજે પાંચ કલાકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ ૪ લેન રેલવે ઓવરબ્રિજ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ઉદ્‌ઘાટન કરશે. છસ્ઝ્ર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમિત શાહ રાણીપ વિસ્તારમાં બગીચા માટે ભૂમિ પૂજનમાં સામેલ થશે અને સરખેજ અને ગોતા ખાતે તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન પણ કરશે. શાહ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યાં છે. આજે સાંજે પાંચ વાગ્યે અમિત શાહ ગાંધીનગર સંસદિય મતક્ષેત્રમાં ૨૭૫ કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂર્હત પણ કરશે. ઉમિયા માતાજીના મંદિર નિર્માણ કાર્યક્રમમાં અમિત શાહ સહિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં છે. ૧૩મી ડિસેમ્બરે વડાપ્રધાન મોદી આ શિલાન્યાસ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જાેડાશે અને વર્ચ્યુઅલી સંબોધન કરશે. આ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અમિત શાહ સાથે સ્ટેજ પર જાેવા મળ્યાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ઉમિયામાતા સંસ્થાનનો હું આભાર માનું છું કે આ પવિત્ર કામમાં જાેડવા માટે મને મોકો આપ્યો, મને નિમંત્રણ આપ્યું. આજે આ પવિત્ર કામમાં ધામના શિલાન્યાસમા મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો છે.૧૫૦૦ કરોડના ખર્ચે અનેકવિધ ગતિવિધિઓ મંદિરના શિલાન્યાસ સાથે થવાની છે. અહીં એક વિશાળ મોડેલ છે. અનેક વર્ષોથી આ જગ્યા લીધા પછી અમદાવાદમાં કડવા પાટીદાર સમાજનું એક કેન્દ્ર બને એ માટે પાટીદાર સમાજે જે સંકલ્પ લીધો છે એ માટે હું સમાજને ખૂબ શુભકામનાઓ આપું છું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, બાબુભાઈ પટેલે અગાઉ ૨૫ કરોડનું દાન આપ્યું હતું પરંતુ અમારી વિનંતીને ધ્યાનમાં રાખીને તેમણે ૩૧ કરોડનું દાન આપવાનું નક્કી કર્યું છે.પાટીદાર અગ્રણી મણિદાદાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ૨૮ વર્ષ પહેલા ગામડાના લોકોને ધ્યાનમાં રાખીને લીધી હતી. તેઓ કોઈ પણ કામ માટે અહીં આવે તો ક્યાં ઉતરે એવો સવાલ હતો. માટે જ આ જમીન લીધી હતી. પરંતુ હવે નવી પેઢીને શું જાેઈએ છે એ ધ્યાનમાં રાખીને અહીં આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં જે લોકો ઉદાર દીલથી દાન આપી રહ્યાં છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ.

Khatmurhat-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *