Gujarat

રાણપુર શહેરમાં મનુભાઈ શેઠ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ ખાતે ગરબાનું આયોજન કરાયુ…

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી મનુભાઈ અમૃતલાલ શેઠ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે નવરાત્રી ના તહેવાર નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યુ.નવલા નોરતા નિમિત્તે મનુભાઈ શેઠ સ્કુલ ખાતે નવરાત્રી ઉત્સવની ઉજવણી માં માતાજી ની આરતી તથા રાસ-ગરબા નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સ્કુલના વિદ્યાર્થીઓએ મન મુકી ને રાસ-ગરબે ઘુમ્યા હતા.સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી વિદ્યાર્થીઓ તથા શાળાના આચાર્ય તથા શિક્ષકગણે ખુબજ ઉત્સાહ પૂર્વક નવરાત્રી ઉત્સવમાં ભાગ લીધો હતો…

IMG-20211012-WA0561.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *