મહિલાએ પતિ, સાસરા, સાસુ અને મામીજી, મામાજી, અને દીયર વિરુદ્ધ ત્રાસ ગુજાર્યો હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, પતિની છૂટાછેડાની ધમકી
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના મોટીવાવડી ગામની દીકરી ઉપર પતિ, સાસુ અને માસીજી સાસુએ કરીયાર બાબતે અવારનવાર મેણાટોણા અને ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા પરિણીતાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં પતિ સહીત સાસરા, સાસુ અને મામીજી, મામાજી, અને દીયર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ રાણપુર તાલુકાના મોટીવાવડી ગામે રહેતા અને સ્વરાજ હાઈટ્સ ફ્લેટ સુન્દરમ ફાર્મ સુરત ખાતે સાસરી ધરાવતા સોનાલીબેન ચિરાગભાઈ વીરડીયાનાં લગ્ન જીવન દરમિયાન તેમના પતિ, સાસુ, સસરા, દીયર, મામીજી સાસુ અને મામાજી સસરા કારીયાવર બાબતે વારંવાર મેણાટોણા મારી તું સારો કરીયાવર નથી લાવી, તને પગની તકલીફ છે તેમ કહી સાસુ અવારનવાર માર મારતા હતા પતિ આવાર નવાર માર મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને મારી નાખવાની ધમકી આપતા હતા.દિયર તેના પિયરમાં માતા પિતા અને ભાઈઓ સાથે સબંધ રાખવાની નાં પાડતો હતો. અને દિયર, મામાજી સસરા, મામીજી સાસુ સોનલબેનનાં ચારિત્ર પર સંકા રાખી મેંણાટોણા મારી ત્રાસ આપતા હતા.સોનલબેન તેમના સાસરિયાવાળાના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી તા. 30/11/21ના રોજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ ચિરાગ હરજી વીરડીયા,સસરા હરજી નાનજી વીરડીયા, સાસુ ઉષા હરજી વીરડીયા, દિયર આશિષ હરજી વીરડીયા, મામીજી સાસુ અરૂણા પ્રવીણ માંગુકીયા અને મામાજી સસરા પ્રવીણ વેલજી માંગુકિયા (તમામ રહે. સુરત) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ બળદેવભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં વધુ એક યુવતી સાસરિયાના ત્રાસનો ભોગ બની છે. કરિયાવર બાબતે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પતિએ પણ પોલીસ ફરિયાદ કરીશ તો છુટાછેડા આપી દેવાની ધમકી આપી હતી. પતિ સહિતના સાસરિયાના ત્રાસથી કંટાળી અંતે યુવતીએ બોટાદ પોલીસ મથકમાં ફરયિાદ નોંધાવી હતી.
