બોટાદ જીલ્લાના રાણપુર બી.આર.સી.ભવન ખાતે તા.૧૧/૧૦/૨૦૨૧ નાં રોજ તમામ પ્રકારની ક્ષતિ ધરાવતા બાળકો માટે એલીમકો, કાનપુર સંસ્થાનાં સહયોગથી સાધન-સહાય પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વધુમાં વધુ દિવ્યાંગ બાળકો હાજર રહે એ માટેનો પ્રચાર-પ્રસાર કરી લાભ મેળવે એ માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ એસેસમેન્ટ કેમ્પમાં 95 જેટલા દિવ્યાંગ બાળકોને લાભ આપી ટુંક સમયમાં જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે તેમ જણાવ્યુ હતું. રાણપુર તાલુકાનાં સ્પેશ્યલ એજ્યુકેટરો, જિલ્લા આઇ.ઇ.ડી.કો-ઓર્ડિનેટર જગતભાઇ મારૂ અને સમગ્ર શિક્ષાનાં બોટાદ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ધારાબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બી.આર.સી.કો-ઓર્ડિનેટર રાણપુર રમેશકુમાર રાઠોડ દ્વારા કરવામાં આવ્યુ હતું.
