બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ હેત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખાતે નવલી નવરાત્રી નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મન મૂકીને ગરબા માં ભાગ લીધો હતો. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ હેત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ચિરાગભાઈ ભટ્ટ,પાર્થભાઈ પનારા,મોજમીનબેન કોઠારીયા,રાજભા ઝાલા,વિશ્વભાઈ ભટ્ટ તેમજ શાળાના તમામ સ્ટાફે હાજર રહી ને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો…


