Gujarat

લગ્નગાળો આવતા હોટલ, બેન્ડ, કેટરિંગ, ડેકોરેશનમાં ૯૫ ટકા બુકિંગ થયું

દાહોદ
કોરોના કાળ દરમિયાન જેમણે સાદાઇથી લગ્ન પૂર્ણ કરાવી લીધી હતી. હવે સ્થિતિ સામાન્ય થયા છતાં લગ્ન લેનારા પરિવારો આ વખતે મોટા આયોજનો નથી કરી રહ્યા. મહત્તમ ૫૦૦થી ૬૦૦ લોકોને જ તેડવાનું નક્કી કર્યુ છે. ભોજનની ડીશ, સજાવટની સામગ્રીમાં આશરે ૧૫થી ૨૦ ટકાની વૃદ્ધિ ત્યારે લોકોને મોંઘવારી નડશે તેમાં બેમત નથી. દાહોદ શહેરમાં ૧૫ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી વિવિધ મૂહૂર્તમાં લેવાયેલા લગ્નના રિસેપ્શન માટે વિવિધ સમાજની વાડી અને મેરેજ ગાર્ડનનું બુકિંગ થઇ ગયું છે. કેટલાંક લોકો તો ફેબ્રુઆરીનું અત્યારથી આયોજન કરીને બેઠા છેલગ્નોથી આ વખતે કેટરિંગ સંચાલકો પાસે પણ જબરજસ્ત બુકિંગ છે. ૯૫ ટકા કેટરર્સ બુક થયા છે. સંચાલકોના જણાવ્યા મુજબ ૨ વર્ષમાં પ્રથમ વખત ચિંતા દુર થઇ છે. હવે ઓર્ડર લેવાનું મુશ્કેલ છે. જે પરિવારમાં લગ્ન છે તેઓ પહેલાં ઘણા ચિંતાતુર હતા. જાેકે, હવે આ ચિંતા ઓછી થઇ છે. કેટલાંક લોકો તો એવા છે જેમને કોરોનાને કારણે લગ્ન ઠેલી દેવા પડ્યા હતાં. દરેક પરિવાર હવે ઉત્સાહ સાથે તૈયારીઓમાં જાેતરાયેલા જાેવા મળી રહ્યા છે. લગ્નોનાં આયોજન થઈ રહ્યા છે ત્યારે ઘર આગળ સાઉન્ડ સિસ્ટમ વગાડવી હોય કે વરઘોડામા બેન્ડ કે ડીજેનો ઉપયોગ કરવો હોય ત્યારે મામલતદારની પરવાનગી જરૂરી બને છે. તેમાં પોલીસનો અભિપ્રાય પણ મહત્વનો હોય છે. સાદાઈથી લગ્ન કરવા માટે પરવાનગીની કોઈ જરૂર નથીદાહોદમાં ૧ માસમાં ૧૦૦થી વધુ લગ્નો યોજાશે ઃ ૪૦૦થી ૫૦૦ લોકોને જ તેડવાનું આયોજન પરિવારો દ્વારા કરવામાં આવ્યું દાહોદમાં દેવઉઠી અગિયારસ સાથે જ શણરાઇયોની ગુંજ શરૂ થશે. લગ્નની સીઝન માટે બજારમાં સંતોષકારક ઘરાકી છે. વેપારી, ગાર્ડન, હોટેલ સંચાલક, કેટરિંગ સંચાલક, મીઠાઇ બનાવનારાના મોઢે મલકાટ છે. વેપારીઓના જણાવ્યા મુજબ કોરોના બાદ પ્રથમ વખત સારી ઘરાકી છે. જિલ્લામાં પણ લગ્નોના આયોજન હોવાથી ત્યાં પણ લગ્નસરાની ખરીદી મોટા પ્રમાણમાં થઇ રહી છે. સૌથી ખાસ વાત એ છે કે લોકો બેફિકર છે અને ખુશ પણ છે. દેવઉઠી અગિયારસથી માંડીને ૧૦ ડિસેમ્બર સુધી લગ્નોના જુદા-જુદા મૂહૂર્ત છે. આ એક માસના સમય ગાળામાં શહેરમાં આશરે ૧૦૦થી વધુ લગ્નો ગોઠવાયા છે. તેના કારણે તમામ વસ્તુઓ માટે ૯૫ ટકા એડવાન્સ બુકિંગ થઇ ગયું છે. હોટેલ, વાડી, મેરેજ ગાર્ડન સાથે કેટરર્સ, ફરાસખાના અને બેન્ડનું પણ એડવાન્સ બુકિંગ થઇ ગયું છે. કેટલાંક લોકોએ બગ્ગીઓ પણ બુક કરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *