અમરેલી જિલ્લાના યુવાનો સંરક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુસર આગામી તા.૦૧/૦૨/૨૦૨૧ થી તા.૧૫/૦૨/૨૦૨૧ દરમિયાન શ્રી એનડીએચ હાઈસ્કૂલ, દેવભૂમિ દ્વારકા ખાતે ફક્ત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં વસવાટ કરતા શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને નિયત માપદંડો પૂર્ણ કરતા યુવાનો માટે સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર નર્સીગ આસીસ્ટન્ટ, સોલ્જર કલાર્ક, સોલ્જર સ્ટોર કિપર, સોલ્જર ટ્રેડસમેન વિગેરે કેટેગરી માટે થલસેના ભરતી કાર્યાલય, જામનગર દ્વારા લશ્કરી ભરતીમેળો યોજાનાર છે.
તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ઉંમર ૧૭.૫ વર્ષથી ઓછી ન હોય અને ૨૩ વર્ષથી વધુ ન હોય તેવા તેમજ ભરતીની કેટેગરી વાઈઝ નક્કી કરવામાં આવેલ શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડ ધરાવતા ફક્ત સક્ષમ પુરૂષ ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઈ શકશે. સદર લશ્કરી ભરતીમેળામાં ઉમેદવારી નોંધાવવા ઓનલાઇન માધ્યમથી www.joinindianarmy.nic.in વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરેલ હોવુ ફરજીયાત છે.
