*જામનગર તાલુકાના રાવલસર ગામે રહેતા અને અભ્યાસ કરતા આસીફભાઇ ઇકબાલભાઇ પતાણી નામનો યુવાન ગત તા.૨૭ના રોજ તેના બાઇક પાછળ રોશનબેનને બેસાડીને જામનગરથી પરત રાવલસર તરફ જઇ રહ્યો હતો. જે વેળાએ લાખાબાવળના પાટીયા પાસે પુરપાટ વેગે દોડતી કારે ડબલ સવારી બાકઇને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ચાલક આસીફભાઇને પગ અને હાથ તેમજ રોશનબેનને પણ માથા-હાથ-પગમાં ઇજા પહોચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્તની ફરીયાદ પરથી પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
