*લોકશાહી ની કલમેના તંત્રી અરુણભાઈ જેબરની લાડલી દીકરી ગુંજનનો આજે જન્મદિવસ*
પિતા અરુણભાઈ અને માતા હંસાબેન, મામા રાજેશભાઈ અને માસી બકુલાબેનની લાડલી ચિરંજીવી ગુંજન આજે 19 વર્ષ પુરા કરી, વીસમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે ગુંજનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ગુંજન મતલબ ગુંજારવ કરવો, પુષ્પ જેવા અર્થો ધરાવતું તમારું નામ જ તમને પ્રગતિના શિખરો સર કરાવે એમાં કોઇ અતિશયોક્તિ નથી. ૨૧મી સદીમાં અવતરણ એ સદભાગ્ય ગણાય, ખરું ને બેટા! ખરેખર જીવવા જેવા યુગમાં તમે યુવાનીમાં ડગ માંડ્યાં છે, જીવન સરળ અને સગવડભર્યું બન્યું છે, તમે જે ઈચ્છો તે પ્રાપ્ત કરી શકો તેવું જ્ઞાન અને સાધનો પ્રાપ્ય બન્યાં છે, આંગળીનાં ટેરવે દુનિયા આવી ગઈ છે; ત્યારે થોડી સાવધાની અને સતર્કતા તમને સુયોગ્ય પથ પર ચલાવી સફળતાના શિખરો સર કરાવે તેમાં બેમત નથી. તમારા જન્મદિવસના શુભ દિને હું તમને શુભકામના આપતા કહું છું કે “ઈશ્વર તમને નિરામય આરોગ્ય અને દીર્ઘ આયુષ્ય બક્ષે અને સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ પ્રદાન કરે તેવી ઉર અંતરની શુભકામના.
મુબારક હો મુબારક હો,
જન્મદિન મુબારક હો !
કંટક કંકર દૂર રહે,
ખુશી તમારા કદમ ચૂમે,
મુબારક હો મુબારક હો!
અધરે રહે સદૈવ પ્રસન્નતા,
પડે કદમ જ્યાં, મળે સફળતા.
મુબારક હો મુબારક હો!