લોધીકા તાલુકા ના ખીરસરા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં રાજ્કોટ ગ્રામ્ય વિસ્તાર ના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી છ ગામના સેવા સેતુ કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવેલ હતો.
સરકાર ના સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ લોધીકા તાલુકા વહિવટી તંત્ર દ્વારા ખીરસરા ગામે દેવગામ રાતૈયા મોટાવડા પાભર ઇટાળા લક્ષ્મી ઇટાળા ગામોની જનતા માટે આયોજન કરવામાં આવેલ રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયાની અધ્યક્ષતામા તેમના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખીરસરા પ્રાથમિક શાળા મા સેવા સેતુ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવેલ આ સેવા સેતુ કાર્યક્રમ મા ડાયરેક્ટર જે.કે.પટેલ મામલતદાર કે.કે.રાણાવશીયા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ રાજકોટ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા રાજકોટ જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ તાલુકા પંચાયત સદસ્ય ભરતસિંહ જાડેજા ઉમેશભાઈ પાભર લોધીકા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રેખાબેન પરમાર યુવા ભાજપ મહામંત્રી ડો પ્રકાશ વિરડા ઉપ પ્રમુખ યુવરાજ કુવાડીયા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિશાલભાઈ ફાગલીયા નાયબ મામલતદાર તાલુકા ચુંટણી અધિકારી ધામેલીયા સીડીપીઓ પાયલબેન ઓઝા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર મંથન માકડિયા મેટોડા જીઆઇડીસી તેમજ લોધીકા પીજીવીસીએલ અધિકારી શ્રીઓ છ ગામ ના તલાટી મંત્રી તાલુકા પંચાયત નાયબ ટીડીઓ પડ્યા ગામ સેવકો ખીરસરા ગામ ના આગેવાનો તેમજ તમામ છ ગામોના લાભાર્થીઓ એ સેવા સેતુ કાર્યક્રમ મા ભાગ લઈને સરકાર ની વિવિધ યોજના મા જરૂરી આધાર કાર્ડ આવકના દાખલા જાતિ ના દાખલા આરોગ્ય ચકાસણી બ્લડ પ્રેશર ડાયાબિટીસ થી લઈને કોરોના વેક્સિન સહિત ની તમામ સેવાઓ નો લાભ લીધેલ કેન્દ્ર સરકાર ની આરોગ્ય માટે ની સુવિધા માટે નું આયુષ્ય કાડૅ NFSA યોજના અંતર્ગત અનાજ ન મળતા રાશનકાર્ડ ચાલુ કરવા વિધવા પેન્શન સહાય યોજના પ્રધાન મંત્રી વીમા સુરક્ષા યોજના પશુપાલકો માટે પશુ સારવાર કેમ્પ 10 વર્ષ થી નાની દિકરી ઓ માટેની કેન્દ્ર સરકાર ની સુકન્યા સમૃદ્ધિ યોજના આંગણવાડી ના બાળકો ની અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને આંગણવાડી કેન્દ્ર ના વર્કસ બહેનો એ સેવા સેતુ કાર્યક્રમ મા ભાગ લીધેલ મતદાર યાદી જાગૃતિ કાર્યક્રમ 71 રાજકોટ ગ્રામ્ય લોધીકા 1/1/2022 ની સ્થિતિ મુજબ યુવા મતદારો ના નામો ઉમેરવા કમી કરવા વિગેરે કાયૅકમ ચુંટણી અધિકારી ધામેલીયા તેમજ બી.એલ.ઓ પુનીત બગડા દ્વારા રાખવામાં આવેલ સરકાર શ્રીની તમામ યોજનાઓ તેમજ લોકો ઉપયોગી તમામ દસ્તાવેજી કાગળો જેવા કે આધારકાર્ડ આવકના દાખલા જાતિ ના દાખલા રાશનકાર્ડ મા નામ ચડાવવા કમી કરવા ચુંટણી કાર્ડ મા સુધારા વધારા વિગેરે કામગીરી આ સેવા સેતુ કાર્યક્રમ મા કરવામાં આવેલ કાયૅકમમા ઉપસ્થિત રહેલ તમામ અધિકારીઓ પદાધિકારીઓ નુ ફુલો થી સ્વાગત અને સન્માન કરવામાં આવેલ સેવા સેતુ કાર્યક્રમ ના આયોજનુ મેનેજમેન્ટ યુવા ભાજપ અગ્રણી જયેશભાઈ લાખાભાઇ સાગઠીયા એ કરેલ તેમજ તાલુકા મામલતદાર કચેરી ના અધિકારી તરીકે સંચાલન ડેપ્યુટી મામલતદાર આર. એસ લાવડીયાએ સંભાળેલ સેવા સેતુ કાર્યક્રમમા સવારના નવથી સાંજના છ વાગ્યા સુધી માં તાલુકા ની જનતા એ બહોળી સંખ્યામાં લાભ લીધેલ
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


