Gujarat

વડાદરામાં અજાણ્યા વાહને અડફેટે લેતા ૧નું મોત

વડોરા
મોડી રાત્રે બનેલા અકસ્માતના આ બનાવમાં બાઇક સવાર વિજય વિશ્વકર્મા રોડ ઉપર પટકાતા માથું ફાટી જતાં સ્થળ પર મોતને ભેટ્યો હતો. જ્યારે બાઇક ચાલક પંકજ પાટીલને ઇજા પહોંચતા તુરંત જ તેણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતના આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને લાશનો કબજાે લઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે હાઇવે ઉપરનો ટ્રાફિક વ્યવહાર પણ એક તબક્કે ખોરવાઇ ગયો હતો. દરમિયાન, આ બનાવ અંગેની જાણ બંને યુવાનોના પરિવારજનોને થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તે સાથે કરજણ પોલીસે મૃતકના ભાઇ સોનુભાઇ વિશ્વકર્માની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અજાણ્યો વાહન ચાલક તેઓના વાહનની અડફેટે બાઇક આવી ગઇ હોવાની જાણ થતાં જ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જેની શોધખોળ ચાલુ છે.નોકરી જઇ રહેલા બે બાઇક સવારોને વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણગામ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવારનું માથું ફાટી જતાં સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે ચાલકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રાત્રે બંને મિત્રો બાઇક લઇને નોકરી પર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. પોર કાયાવરોહણ રોડ ઉપર આવેલી ડી-૧, અક્ષરધામ સોસાયટીમાં રહેતો વિજય હિરાલાલ વિશ્વકર્મા (ઉં.૨૫) અને પોર ખાતે રહેતો પંકજ ગુલાબ પાટીલ કંડારી ગામ નજીક આવેલી જી.પી.ઇ. કંપનીમાં નોકરી કરે છે. બંને મિત્રો બાઇક લઇ મોડી રાત્રે નોકરી ઉપર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન નેશનલ હાઇવે નં-૪૮ ઉપર બામણગામ પાસે પુરપાટ પસાર થતાં અજાણ્યા વાહને બાઇક સવાર યુવાનોને ટક્કર મારતા બંને યુવાનો વાહનોથી ધમધમતા રસ્તા ઉપર ફંગોળાઇ ગયા હતા.

ACCIDENT.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *