વડિયા સરપંચ ની રજુવાત ફળી ઢુંઢીયાપીપળીયા ના રોડ ની કામગીરી શરુ થઇ
માર્ગ મંત્રી ને પત્ર લખી છગન ઢોલરીયા દ્વવારા વડિયા ને જોડતા રસ્તા બાબતે કરી હતી રજુવાત
વડિયા અને ઢુંઢીયાપીપળીયા ના સરપંચ દ્વવારા શ્રીફળ વધેરી કામગીરી નો પ્રારંભ કરવાયો
વડિયા
ચોમાસા મા ભારે વરસાદ ના કારણે આજે મોટાભાગ ના ગામડાના રસ્તાઓ બિસ્માર બન્યા છે. અમરેલી જીલ્લા ના છેવાડા ના ગામ અને તાલુકા મથક એવા વડિયા માં આસપાસ ના ગામડાના લોકોનું ખરીદી સેન્ટર હોય અને આસપાસ ના ગામડાના તમામ રસ્તાઓ વરસાદ થી ધોવાઈ ગયા હોય આ બાબતે તાત્કાલિક રસ્તાઓ રીપેર કરવા અને નવા બનાવવા માટે વડિયા સરપંચ દંપતી રમાબેન અને છગનભાઇ ઢોલરીયા દ્વવારા રાજ્ય ના માર્ગ મંત્રી પૂર્નેશ મોદીદ્વવારા શરુ કરાયેલ માર્ગ મરામત અભિયાન અંતર્ગત વડિયા ને જોડતા વિવિધ ગામના રસ્તાઓ બનાવવા લેખિત રજુવાત કરવામાં આવી હતી.જેનો મીડિયા માં પણ અહેવાલ રજુ થયો હતો.આ રજુવાત ને ધ્યાને લઈ ને સરકાર ના માર્ગ મકાન વિભાગ દ્વવારા આજે વડિયા થી ઢુંઢીયાપીપળીયા રોડ નુ કામ મંજુર કરતા આજે વડિયા અને ઢુંઢીયાપીપળીયા બંને ગામના સરપંચો દ્વવારા બિલેશ્વર મહાદેવ ને શ્રીફળ વધેરી ને કામગીરીનો પ્રારંભ કરાવવા માં આવ્યો હતો. આ કામગીરી શરુ થતા ઢૂંઢિયાપીપળીયા, ચુડા જેવા ગામના લોકો ને અને ખેડૂતો ને પડતી હાલાકી નો અંત આવશે તેથી લોકો માં પણ ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે કામગીરી નો શ્રેય વડિયા સરપંચ ની રજુવાત થી થયો હોય તેવું લોકમુખે સાંભળવા મળી રહ્યું હતુ. આ તકે રસ્તા થી પરેશાન લોકો એ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી આભાર માન્યો હતો.




