વડોદરા
વડોદરા શહેરમાં નોંધાયેલા નવા કેસો મકરપુરા અને સનફાર્મા રોડ, ગોત્રી તથા માંજલપુર જીઆઇડીસી રોડ ખાતે નોંધાયા હતા. જ્યારે કુલ દર્દીઓનો આંક ૭૨,૧૨૧ પર પહોંચી ગયો છે. દિવસ દરમિયાન ૨ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં એક દર્દી ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. જ્યારે ક્વોરન્ટાઇન દર્દીની સંખ્યા ૨૬ પર પહોંચી ગઇ છે. સતત બે દિવસથી વધી રહેલા કેસો ત્રીજી લહેરની શરૂઆત તો નથી ને તેવી આશંકા તંત્રમાં પણ ફેલાઇ ગઇ છે.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૧૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૬૭૮ પશ્ચિમ ઝોનમાં ૧૨,૦૦૭, ઉત્તર ઝોનમાં ૧૧,૮૦૨, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૨૩, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૭૭૫ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છેવડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક ૭૨,૧૨૧ ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૬૨૩ ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૭૧,૪૮૧ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના ૭ કેસ નોંધાયા હતા. આમ બે દિવસમાં જ ૧૨ દર્દીઓ આવ્યાં હતા. બીજી તરફ એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ ૧૧થી વધીને બે દિવસમાં ૧૭ પર પહોંચી ગઇ છે. દેશમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે, તેની સામે વડોદરા શહેરમાં પણ કેસો વધતા હવે લોકોએ પણ સાવધ થવાની જરૂર છે. વડોદરા શહેરમાં દક્ષિણ ઝોનમાં ૨ અને પશ્ચિમ ઝોનમાં ૪ નવા કેસો આવ્યા છે. વડોદરામાં ચાલી રહેલા કોરોના અંગેના રસીકરણમાં ગુરુવારે પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૪૨૧૯ નોંધાઈ હતી આ સાથે પ્રથમ ડોઝ ની ટકાવારી ૯૭.૫૬% થઈ હતી.શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં છેલ્લા ઘણા સમયથી ઝડપથી વધારો નોંધાયો છે જે પૈકી પ્રથમ ડોઝ લેનારની સંખ્યા દિવાળી સુધીમાં સો ટકા થઈ જાય તેવા જણાય છે ૯૮% નજીક પહોંચેલી આ ટકાવારીમાં હવે માત્ર બે ટકા લોકો જ બાકી રહ્યા છે ત્યારે સેકન્ડ ડોઝ ની ટકાવારી પણ ઝડપથી વધી રહી છે. સેકન્ડ ડોઝ લેનારની સંખ્યા ગુરુવારે૧૪૭૭૫ રહી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ઘેર સર્વે કરવાનો ફરી એક વખત શરૂ કરાયું છે જેને પગલે રસી લેનારની સંખ્યામાં વધારો થયો હોવાનું આરોગ્ય વિભાગ જણાવે છે. ગુરુવારે સેકન્ડ ડોઝ લેનારની ટકાવારી પણ ૭૨.૮૬ નોંધાઇ હતી.


