વડોદર
વડોદરા શહેર માં તસ્કરો ની ટોળકી નો ત્રાસ ફરી એક વાર સામે આવ્યો છે, શહેર ના છેવાડે આવેલા ભાયલી વિસ્તાર ના સેન ટ્રોપેઝ વિલા બંગલોઝમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી એ-૬૬, સેન ટ્રોપેઝ વિલા મેદ્રીડ કાઉન્ટી પેસીફાકામાં પ્રદ્યુમનભાઇ રમણલાલ ભાટીયા(ઉં.૬૧) પરિવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન જીવે છે. વડોદરા તાલુકા પોલીસે આ બનાવનો ભેદ ઉકેલવા માટે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે આ બનાવ માં મોડી રાત્રે બંગલોઝને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો તેઓના ડ્રોઇંગ રૂમની લોખંડની ગ્રીલ કાઢી કાચ ખસેડીને મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજાેરીમાં મૂકેલી ૮ તોલાની રૂપિયા ૩,૬૦,૦૦૦ ની કિંમતની સોનાની ૬ નંગ બંગડીઓ, અઢી તોલાનું રૂપિયા ૧,૧૨,૫૦૦ની કિંમતનું એક નંગ મંગળસુત્ર, બે તોલા વજનની સોનાની રૂપિયા ૯૦,૦૦૦ કિંમતની પેન્ડલવાળી ચેઇન, બે તોલાના રૂપિયા ૪૫,૦૦૦ ની કિંમતના સોનાના કાનના કાપ બે જાેડ, દોઢ તોલા વજનના રૂપિયા ૬૭,૫૦૦ની કિંમતના બે નંગ બ્રેસલેટ મળી રૂપિયા ૭,૬૫,૦૦૦ ની કિંમતના ૧૭ તોલા વજનના સોનાના દાગીના તેમજ ૨૦ નંગ ચાંદીના સિક્કા, સાંકડા, છડા, કડા, મળી ૭૦૦ ગ્રામ ચાંદીના દાગીના અને રૂપિયા ૧,૫૦,૦૦૦ રોકડ મળી કુલ્લે રૂપિયા ૯,૬૦,૦૦૦ નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા.
તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતુ અને મકાનના તાળા તોડી ઘરમાંથી ૧૭ તોલા વજનના સોનાના દાગીના અને ૭૦૦ ગ્રામ ચાંદીના દાગીના, રોકડ સહિત રૂપિયા ૯.૬૦ લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. ચોરીના આ બનાવની જાણ વિસ્તારમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી. વડોદરા તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત તસ્કરો પ્રદ્યુમનભાઇ ભાટીયાના ઘરમાંથી તસ્કરો તેમના પુત્ર મયંકભાઇનું ડ્રાઇવિંગ લાયસન્સ, બેંકના બે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કારની આર.સી. બુક તેમજ બાઇકની આર.સી. બુક તસ્કરો ચોરી કરી ગયા હતા. ચોરીના આ બનાવની જાણ તાલુકા પોલીસને થતાં તુરંત જ સિનિયર પી.એસ.આઇ. એ.કે. રાઉલજી સ્ટાફ સાથે દોડી ગયા હતા. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લીધી હતી. જાેકે, પોલીસને આ ચોરીના બનાવમાં કોઇ ઠોસ સગડ મળ્યા ન હતા. હાલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
