Gujarat

વડોદરાના મકરપુરા જીઆઈડીસીનો સિક્યોરિટી ગાર્ડ કાંસમાં પડ્યો

વડોદરા
મકરપુરા ફાયરબ્રિગેડના ફાયરમેન જનકભાઇ પંચાલે જણાવ્યું હતું કે, આજે સવારે ૯ વાગ્યા આસપાસ કોલ આવ્યો હતો કે, મકરપુરા ય્ૈંડ્ઢઝ્રમાં પ્લોટ નંબર ૩૦૩ પાસે વરસાદી કાંસમાં એક વ્યક્તિ પડ્યો છે, જેથી તેઓ સિનિયર ફાયર ઓફિસર શૈલેશ મોહતે, ફાયરમેન મૃગેશ સેલાર, નિલેશ પંપાણિયા, ડ્રાયવર દિનેશ વસાવા અને ત્રણ ટ્રેઇની ફાયરમેન ઘટનાસ્થળે દોડી ગયા હતાં. જ્યાં ઊંડી વરસાદી કાંસમાંથી એક વ્યક્તિને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યો હતો. બચાવી લેવામાં આવેલા વ્યક્તિની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે કે, તેનુ નામ નરેન્દ્રભાઇ રાઠવા છે અને વહેલી સવારે ૫ વાગ્યા આસપાસ મકરપુરા ય્ૈંડ્ઢઝ્રમાં ચાલતો જઇ રહ્યો હતો, ત્યારે અંધારાને કારણે તે ઊંડી વરસાદી કાંસમાં પડ્યો હતો. અહીં આવતા જતાં લોકોએ તેને જાેતા ફાયરબ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. જાે કે, કાંસમાંથી બહાર કાઢ્યા બાદ નરેન્દ્રભાઇએ હોસ્પિટલ જવાની ના પાડી હતી અને પોતે સ્વસ્થ છે તેમ જણાવ્યું હતું.વડોદરા શહેરની મકરપુરા ય્ૈંડ્ઢઝ્રમાં આજે વહેલી સવારે ઊંડી વરસાદી કાંસમાં એક સિક્યોરિટી ગાર્ડ પડી ગયો હતો. જેને પગલે મકરપુરા ફાયરબ્રિગેડના જવાનોએ તેને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *