Gujarat

વડોદરાની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઈલર ફાટતા ૧નું મોત

વડોદરા
થોડા દિવસ અગાઉ ગુજરાતમાં પંચમહાલના હાલોલમાં જીએફએલ કંપનીના બ્લાસ્ટમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ય્હ્લન્ કંપનીએ મૃતકોના સગાને ૨૦ લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. તો આ દરમ્યાન પંચમહાલની ય્હ્લન્ કંપનીમાં લાગેલી આગ દરમિયાન દાઝેલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આરોગ્ય પ્રધાન નિમિષા સુથારે હોસ્પિટલમાં સારવાર લેતા લોકોને મળીને ખબર-અંતર પૂછ્યા હતા. નિમિષા સુથારે કહ્યું કે હવે કોઈની તબિયત ગંભીર નથી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૭ લોકોના સગાને સહાય ચુકવાશે. આ ઉપરાંત ઘાયલોને પણ વળતર ચુકવવામાં આવશે.વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના સામે આવી છે. કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટ્યુ છે. બોઈલર ફાટતાં કેટલાક કર્મચારીઓ દાઝ્‌યા હોવાની પણ વિગતો મળી રહી છે. ત્યારે કર્મચારીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જીજીય્ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી છે. ગંભીર રીતે દાઝી જતા એક કર્મચારીનું મોત થયું છે. ત્યારે ૧૦થી વધુને ઈજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, પંચમહાલના હાલોલમાં જીએફએલ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. જીડ્ઢઇહ્લની ટીમના સર્ચ ઓપરેશનમાં વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. તો આ ઘટનામાં મૃત્યુઆંક ૭ પર પહોંચી ગયો. જ્યારે નવ લોકો ઇજાગ્રસ્ત હતા. આ દુર્ઘટનામાં પીડિતોને આર્થિક સહાય આપવા અંગે કંપનીના સત્તાધિશોએ નિવેદન આપ્યું હતું.કંપનીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને ૨૦ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા સાત લાખની સહાય આપશે સાથે જ દુર્ઘટનાની તપાસ માટે ટેક્નિકલ ટીમ કામ કરી રહી હોવાનું પણ નિવેદન આપ્યું હતું.

Metric-ton-giant-boiler.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *