Gujarat

વડોદરામાં અષ્ટ સહેલી ગ્રુપ દ્વારા ૧ લાખ સુધીની જાજરમાન સાડી અને ડ્રેસ નજીવા ચાર્જ સાથે પહેરી શકાય તેવી સગવડ કરાઈ

વડોદરા
હાલ ૨૦૦ જેટલી સાડી આવી છે જે નવીજ છે. શ્રીમંત વર્ગની મહિલાઓ પણ અમારી સાથે જાેડાઇ રહી છે જે તેમની સહેજ જ જૂની કે એકાદ પ્રસંગમાં વાપર્યા હોય તેવા સાડી, વેડિંગ-પંજાબી ડ્રેસ મોકલાવી રહ્યાં છે. અમારી સાથે મહારાણી રાધિકારાજે ગાયકવાડ, શિક્ષણવિદ્‌ તેજલ અમીન અને ઉદ્યોગપતિ ગીતા ગોરડિયા અને સાંસદ રંજનબેન ભટ્ટે પણ જાેડાઇને સહયોગની ખાતરી આપી છે. દરેક સાડીના ચોક્કસ નંબર આપી તેનું રજિસ્ટર બનાવાઈ રહ્યું છે. જેમને સાડી લેવાની હોય તેમની આધારકાર્ડની કોપી અને ડિપોઝિટ લેવાશે. સાડી પરત કરતાં લોન્ડ્રીચાર્જ અને સાડીને નુકસાન થયું હોય તો તે બાદ કરી બાકીના પરત અપાશે. અમદાવાદ નવા વાડજમાં મહિલાએ સાડી લાઇબ્રેરી શરૂ કરી હોવાની માહિતીથી પ્રેરણા મળી હતી. અષ્ટસહેલી ગ્રૂપના સોશિયલ મીડિયા પરના પ્રચારની જાણ મૂળે વડોદરા અને હાલ અમેરિકા રહેતી મહિલાઓને થતાં ન્યૂજર્સીની મહિલાઓનાં ગ્રૂપ બે મોટી બેગ ભરીને સાડીઓ મોકલાવી રહ્યું છે. ૧-૧ લાખના સાડી, પંજાબી ડ્રેસ અને વેડિંગ ડ્રેસ પણ સાડી લાઇબ્રેરી માટે મોકલાઇ રહ્યાં છે.પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે સામાજિક પ્રંસગોએ મહિલાઓએ સ્થિતિ અનુરૂપ સમાધાન કરવું પડતું હોય છે. આવી બહેનો પણ પોતાને ગમે તેવી સાડી પહેરીને સામાજિક પ્રસંગ પૂરો કરી શકશે. કારણ કે, વડોદરામાં ગુજરાતની બીજી સાડી લાઇબ્રેરીનો પ્રારંભ ૧૪ નવેમ્બરથી થયો છે. પુસ્તકોની લાઇબ્રેરીની જેમ હવે નહીવત્‌ ચાર્જ ચૂકવીને મહિલા આ સાડી લાઇબ્રેરીમાંથી મનપસંદ સાડી-ડ્રેસ લઇ જઇ શકશે. ૧૦ હજાર સુધીની સાડી અને ૧ લાખ સુધીનો ડ્રેસ પણ લાઇબ્રેરીમાં છે. અષ્ટસહેલી ગ્રૂપ દ્વારા જૂના પાદરા રોડ મલ્હાર પોઇન્ટ પાસેના કોમ્પ્લેક્સમાં આ લાઇબ્રેરી શરૂ કરાઈ છે.

Ashta-Saheli-Group.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *