Gujarat

વડોદરામાં પબજી ગેમ રમવા બાબતે બે કોમ વચ્ચે હિંસક અથડામણ

વડોદરા
સાવલી નગરની પોઇચા ચોકડી પાસે આવેલા પાલિકાના ગાર્ડન પાસે છોકરાઓ ભેગા મળી મોબાઇલ ઉપર પબજી ગેમ રમી રહ્યા હતા. પબજીની રમત દરમિયાન બે કોમના યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક કોમના યુવાને બીજી કોમના યુવાનના માથામાં લોખંડની પાઇપનો ફટકો મારતા બનાવે કોમી સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જાેત જાેતામાં પોઇચા ચોકડી અને તળાવ પાસેના લોકો બહાર દોડી આવ્યા હતા. અને એકબીજા સામે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. બંને કોમ વચ્ચે થયેલા ભારે પથ્થરમારાને પગલે નાસભાગ મચી ગઇ હતી. દેકારા-પડકારા વચ્ચે થયેલા પથ્થરમારાના કારણે વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો હતો. સમગ્ર સાવલી નગરમાં તંગદીલી વ્યાપી ગઇ હતી. બે કોમ વચ્ચે થયેલા ભારે પથ્થરમારામાં ચારથી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સાવલી સ્થિત જમનોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે પણ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હોસ્પિટલ પાસે કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બે કોમ પૈકી એક તોફાની ટોળું ભાદરવા ચોકડી ઉપર ધસી ગયું હતું અને ભાદરવા ચોકડી પાસે આવેલી બીજી કોમની પાંચ ઉપરાંત દુકાનોમાં તોડફોડ કરી હતી. મામલો ઉગ્ર બનતા સમગ્ર સાવલી નગરમાં તંગદીલી વ્યાપી ગઇ હતીા્‌ દરમિયાન પોઇચા ચોકડી પાસે બે કોમ વચ્ચે પથ્થરમારો થતાં જ સાવલી પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. તે સાથે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પોલીસે મામલો શાંત પાડ્યો હતો. તે સાથે પોલીસે કોમ્બિંગ કરીને તોફાની તત્વોની મોડી રાત્રેજ ધરપકડ કરી લીધી હતી. તે સાથે પોલીસે બંને જૂથની સામસામે ફરિયાદો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે સાવલી નગરમાં ચકચાર જગાવી મુકી હતી.વડોદરા જિલ્લાના સાવલી ખાતેની પોઇચો ચોકડી પાસે મોડી રાત્રે બે કોમ વચ્ચે કોમી અથડામણ થઇ હતી. પબજી ગેમ બાબતે યુવાનો વચ્ચે થયેલા ઝઘડાએ કોમી સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સામાન્ય ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને એક બીજા ટોળા ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં ચારથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. એક કોમના ટોળાએ ભાદરવા ચોકડી પાસે બીજી કોમની આવેલી પાંચ ઉપરાંત દુકાનોમાં તોડફોડ કરી હતી. બેકાબુ બનેલા આ બનાવને પોલીસે મહામુસીબતે કાબુમાં લીધી હતી. જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ બનાવ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે માટે નગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Fights-between-young-people-over-Pubji-game.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *