વડોદરા
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૧૮૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૬૮૪ પશ્ચિમ ઝોનમાં ૧૨,૦૨૭, ઉત્તર ઝોનમાં ૧૧,૮૨૯, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૩૫, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૭૭૬ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક ૭૨,૧૮૭ ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૬૨૩ ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૭૧,૫૦૨ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. આ સાથે રસીકરણની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં પહેલા ડોઝનું વેક્સિનેશન ૯૮.૫૦ ટકા ઉપર પહોંચ્યું છે. વડોદરા શહેર-જિલ્લામાં કુલ ૨૫૭૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૪ સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને ૬૨ ઉપર પહોંચી ગઇ છે. આ પૈકી ૨ દર્દીને ઓક્સિજન અને એક દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. હાલમાં ૫૯ દર્દીઓ ક્વોરન્ટીન છે. ૨ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં પહેલા ડોઝનું વેક્સિનેશન ૯૮.૫૦ ટકા ઉપર પહોંચ્યું છે, જાેકે, આરોગ્ય વિભાગ મુજબ છેલ્લા એક ટકામાં આવતા લોકોને શોધવા મુશ્કેલ હોય છે, જેને પગલે રસીકરણમાં સંખ્યા ઓછી થઈ રહી છે. જ્યારે બીજી બાજુ બીજાે ડોઝ લેનારની ટકાવારી ૭૮.૮૦ ટકાએ પહોંચી છે.
