Gujarat

વાહનોમાં ફિટનેસ સારૂં આર.ટી.ઓ જામનગર દ્વારા જામનગર જિલ્લામાં ખાસ ફિટનેસ કેમ્પનું આયોજન

જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, વાહનવ્યવહાર કમિશનરશ્રીની કચેરીમાંથી થયેલ સુચના મુજબ વાહનના ફીટનેશ માટે સામાજિક અંતર જળવાઇ રહે તેમ જિલ્લાના વિવિધ તાલુકા સ્થળો પર વાહનોના ફિટનેસ ઇન્સપેકશન કરી શકાશે. તદઉપરાંત વાહનોના ફિટનેસ માટે સામાજિક અંતર જળવાઇ રહે તે માટે આર.ટી.ઓ. જામનગર દ્વારા જામનગર જિલ્લામાં તા.૧૫/૧૧/૨૦૨૧ના રોજ કાલાવડ ખાતે મુ. જી.ઇ.બી. ઓફીસની સામેવાવડી રોડતા.૧૬/૧૧/૨૦૨૧ના રોજ ધ્રોલ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયોડીઝલ પંપ પાસે તેમજ તા.૧૭/૧૧/૨૦૨૧ના રોજ લાલપુર અને જામજોધપુર ખાતે વાહનોના ફિટનેશ થશે.

ઉપરના સ્થળ અને તારીખે માત્ર ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફિટનેશ થશે. ફિટનેશ રીન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

દિવ્યા ત્રિવેદી                       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *