વિરપુર પી.એસ.આઇ. સીસોદીયાએ સ્ટાફના પરાક્રમસિંહ ચુડાસમા, ભરતભાઇ કોદરા, અબ્દુલરસીદ શેખને સાથે રાખી નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન જેપુર ગામે પહોંચતી ચરખડી તરફથી આવતી કાર શંકાના આધારે રોકવા કોશિશ કરતા ચાલકે કાર પુરપાટ ભગાવી મેવાસા રોડ પાસે મુકી નાસી છુટેલ.પોલીસે કારની તલાસી લેતા તેમાંથી ઇંગ્લીશદારૂની બોટલો નંગ ૩૯૬ કિ.રૂ. ૧.૯૩.ર૦૦ ની મળી આવતા કાર નં.જી.વાય.૧-ડીઆર, પ૮૦૬ ટોયોટા ઇટયોએસ કિ. રૂ. ર લાખ તેમજ દારૂ મળી કુલ રૂ. ૩,૯૩,ર૦૦ નો મુદામાલ કબ્જે કરી કાર ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી તેને પકડી પાડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
