વિરપુર ખાતે પ્રસંગોપાત કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલ ગુજરાત પોલીસ ના હોનહાર બાહોશ અધિકારી અને રાજ્યના પુર્વ IPS ડી.જી.વણઝારા સાહેબ તેમજ તેમની સાથે પોરબંદર વિસ્તાર ના સાંસદ સભ્ય સરળ અને લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવનાર રમેશભાઈ ધડુકે વિરપુર ખાતે ગાડલીયા લુહાર સમાજ ની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન ગાડલીયા લુહાર સમાજ ની બહેનો દ્વારા બંને મહાનુભાવો નું કુમકુમ ના તિલક થી સ્વાગત કર્યું હતું. તેમજ છેવાડા ના કહી શકાય એવા ગાડલીયા લુહાર સમાજ ને શુન્ય માંથી સર્જન કરાવનાર ગાડલીયા લુહાર સમાજ ના યુવા શિક્ષિત અગ્રણી દેવરાજ રાઠોડ ને બંને મહાનુભાવો એ આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્ય સરકાર તરફથી મળેલ આવાસ યોજના નું મુલ્યાંકન પણ કર્યું હતું અને ભવિષ્યમાં ગાડલીયા લુહાર સમાજ એક તાંતણે બંધાઈ અને સમાજ ની મુખ્યધારા સાથે જોડાય એવી લાગણી વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાન મોવિયા વડવાળી જગ્યા ના મહંત શ્રી અલ્પેશબાપુ તેમજ જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.


