Gujarat

વિરુષ્કાની દિકરીની પ્રથમ તસવીર સો. મીડિયા પર વાયરલ, પણ ઉત્સુક્તા વધારી

વિરાટના ભાઇ વિકાસ કોહલીએ પોસ્ટ શેર કરી, જાણો બેબીનું નામ કોણ રાખશે?

નવી દિલ્હીઃ વિરુષ્કાની દિકરીની પ્રથમ તસવીર (Virat baby picture) મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પરંતુ તેમાં ફેન્સની ઉત્સુક્તા વધશે. કારણ કે આ તસવીરમાં બાળકીના માત્ર પગ દેખાઇ રહ્યા છે. આ તસવીર કોહલીના ભાઇ વિકાસ કોહલીએ શેર કરી છે.

ટીમ ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને ત્યાં સોમવારે પ્રથમ સંતાન(Virat baby picture) તરીકે દિકરીનું પારણુ બંધાયું. વિરાટે આ અંગે ટ્વીટર પર સંદેશ આપી ખુશી વ્યક્ત કરી હતી.

ત્યાર બાદ તો ફેન્સ અને તેના ફોલોઅર્સે સોશિયલ મીડિયા પર અભિનંદનની ઝડી લગાવી દીધી હતી. ઇન્સ્ટાગ્રામ પર તો 2 કલાકમાં 37 લાખ લોકોએ વિરાટની પોસ્ટ લાઇક કરી હતી.

મંગળવારે વિરાટના ભાઇ વિકાસ કોહલીએ પોતાના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભત્રીજી(Virat baby picture)નો પ્રમથ ફોટો શેર કરતા લખ્યું કે,

“ખુશીયાં આવી ગઇ છે. પરિવારમાં એક પરીએ પગલું માંડ્યું છે.”

તસવીર પર વિકાસે ઘણા કાર્ટૂન ઇમોજી બનાવતા વેલકમ પણ લખ્યું છે.

નોંધનીય છે કે વિરાટે ગઇકાલે પોતાના પોસ્ટમાં પિતા (Virat baby picture)બનવાના ન્યૂઝ શરે કરતા પરિવારની થોડી પ્રાયવેસી જાળવવાની પણ ફેન્સ અને મીડિયાને અપીલ પણ કરી હતી.

પ્રાયવેસીની અપીલમાં વિરાટે શું લખ્યું?

વિરાટે લોકોને અને મીડિયાને પોતાના પરિવારની પ્રાયવેસી જાળવવા લખ્યું હતું કે,

“અમે બંનેને આવાત જણાવતા આનંદ થઇ રહ્યો છે કે આજે બપોરે અમારે ત્યાં પુત્રી (Virat baby picture)આવી. અમે તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને બેબી બંને એકદમ સ્વસ્થ છે. આ અમારું સૌભાગ્ય છે કે અમને જીવનનું આ ચેપ્ટર અનુભવ કરવા મળ્યો. અમે જાણીએ છીએ કે તમે આ જરૂર સમજશો કે આ સમયે અમને બધાને થોડી પ્રાયવેસી જોઇતી હશે.”

3 વર્ષ પહેલાં વિરુષ્કાના થયા હતા લગ્ન

નોંધનીય છે કે વિરુષ્કાના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતો. એટલે બરોબર 3 વર્ષ અને અક મહિનામાં તેમને ત્યાં પારણુ (Virat baby picture)બંધાયું. બંનેએ લગ્નનું સિક્રેટ પ્લાનિંગ કર્યું હતું. જે અંગે ફેન્સને તેમની તસવીરો વાયરલ થયા બાદ ખબર પડી હતી

બાબા અનંત મહારાજ વિરાટ પુત્રીનું રાખશે

માનવામાં આવી રહ્યું છે કે બાબા અનંત મહારાજ વિરુષ્કાની દિકરીનું નામ રાખશે. બંનેના જીવનમાં અગાઉ પણ બાબા અનંતની મહત્વની ભૂમિકા રહેલી છે. વિરાટ અને અનુષ્કા ઘણા મહત્વના નિર્ણયમાં તેમની સલાહ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *