Gujarat

,વિશ્વ એઇડ્સ દિન ની ઉજવણી ના ભાગરૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર  તથા  નર્સિગ કોલેજ ખાતે જાગ્રુતતા કાર્યક્રમ યોજાયો

આજે પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે સમુદાય માં એચઆઇવી એઈડ્સ વિશે જાગૃતતા આવે તે હેતુસર નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા તેમજ એઆરટી સેન્ટર ના મેડિકલ ઓફિસર,, નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ભાવનાબેન જોષી સહિત એઆરટી સેન્ટર છોટાઉદેપુર તેમજ જિલ્લા નાં આઇસીટીસી કાઉન્સિલરો , તથા વિકલ્પ મોડ એનજીઓ ના કર્મચારીઓ, નર્સિંગ કોલેજની વિધાર્થિનીઓ, તથા આરોગ્ય નાં કર્મચારીઓ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
   યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી એ એચઆઇવી એઈડ્સ વિશે સમાજ માં જાગૃતતા ફેલાવવા સૌની ભાગીદારી ની અપેક્ષાઓ સેવી હતી, એચઆઇવી પોઝિટિવ દર્દીઓ સાથે સહાનુભૂતિ રાખવી તેમજ દર્દીઓને લેવાની થતી એઆરટી અને સીપીટી દવાઓ નિયમિત લેવડાવવા સહિત ની વિસ્તૃત જાણકારી આપી હતી જ્યારે કાઉન્સિલર અનિલ સુતરીયાએ એચઆઇવી પોઝિટિવ દર્દીઓ માટે લેવામાં આવતી કાળજી ઓ વિશે જાણકારી આપી હતી તેમજ જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે હવે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે પણ એચઆઇવી પોઝિટિવ દર્દીઓ માટે તપાસ અને સારવાર માટે ની સુવિધા ઓ ઉપલબ્ધ હોય જેથી અત્યાર સુધીમાં જે દર્દીઓને વડોદરા સુધી લાંબા થવું પડતું તે હવે નહીં જવું પડે અને અહિયાંથી જ પ્રિ ટ્રીટમેન્ટ ઇવેવ્યુશન તથા સારવાર ની સુવિધાઓ ઉપલબ્ધ છે જેથી દર્દીઓને સરળતા રહેશે
,,,કાર્યક્રમ ના અંતે સમાજમાં એચઆઇવી નું સંક્રમણ ઘટાડવા, એચઆઇવી એઈડ્સ વિશે જાગૃતતા ફેલાવવા તથા સંક્રમણ ગ્રસ્ત લોકો ની સેવાઓ માટે સહભાગીદારી અને સ્વસ્થ સામાજ માટે શપથ ગ્રહણ કર્યા હતા.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20211201-154209_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *