Gujarat

વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય પ્રબંધ સમિતિ અને પ્રન્યાસી મંડલ ની બેઠક મા સમાજ ના શ્રેષ્ઠીઓ ની ઉપસ્થિતીમા વિશ્વ હિંદુ પરિષદ ના કેન્દ્રીય અધિકારી સુરેન્દ્રજી જૈન દ્વારા તેજાબી ભાષામાં સુવર્ણ સ્વામી મંદિર જુનાગઢ ચિંતન બેઠક યોજાઈ

વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય બેઠક સૌરાષ્ટ્ર મા ગિરનાર ની ગોદમાં આવેલ જુનાગઢમા ઈતિહાસમા પ્રથમ વખત તા. ૨૨ થી ૨૭ ડીસેમ્બર ૨૦૨૧ સુધી જુનાગઢ શહેર ના શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સહીત તમામ આયામો ના અધિકારીઓ કાર્યકર્તાઓની ઉપસ્થિતી મા છેલ્લા ચાર દિવસ થી યોજાઈ છે તે અનુસનધાને આજ રોજ કેન્દ્રીય પ્રબંધ સમિતિ અને પ્રન્યાસી મંડલ ની બેઠક મા વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય અધિકારી સુરેન્દ્રજી જૈન ના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર ના સમાજ ના શ્રેષ્ઠીઓ આગેવાનો ની ઉપસ્થિતીમા યોજાઈ આ બેઠકમા પ્રદેશ મંત્રી અશોક ભાઈ રાવલ, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ સંજયભાઈ મકવાણા તેમજ મુખ્ય વક્તા વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્રજી જૈન દ્વારા બેઠક લેવામા આવી હતી બેઠકમા સુરેન્દ્રજી દ્વારા સાધુ સંતો મહંતો ની સિધ્ધેસ્વર મહાદેવ ની પવિત્ર ધરતી જુનાગઢ ની પ્રસંસા કરતા કહ્યુ હતુ કે ગુજરાત ના ઈતિહાસમા પ્રથમ વખત જુનાગઢમા કેન્દ્રીય બેઠક નુ આયોજન થયેલછે તે ઉત્સાહમા કાર્યકરો દ્વારા સમગ્ર જુનાગઢને ભગવા રંગ થી રંગી નાખ્યો છે પરંતુ હાલ જુનાગઢ જ નહી પરંતુ સંપુર્ણ ભારત દેશ ભગવા રંગ મા રંગાઈ રહ્યુ છે તેમજ સુરેન્દ્રજી દ્વારા
તેમના તેજાબી સંબોધનમા ધર્માંતણ, લવજેહાદ સમાન સિવિલ કોડ સુરક્ષા સહીત હિન્દુ સમાજના મુદાઓ  ઉપર પણ ચિંતન કરવામા આવ્યુ તેમજ અયોધ્યા મા બની રહેલ શ્રીરામ મંદિર વિષે પણ સંપૂર્ણ માર્ગદર્શન આપવામા આવ્યુ.આ બેઠક મા સમાજ ના શ્રેષ્ઠીઓ દ્વારા પુછવામા આવતા કેટલાક પ્રશ્ર્નો નુ સુરેન્દ્રજી જૈન દ્વારા અત્યંત સંતોષકારક જવાબ પણ આપવામા આવ્યા હતા તેમજ આ બેઠક નુ સંચાલન વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત સહમંત્રી જયેશભાઈ શુક્લ દ્વારા કરવામા આવ્યુ હતુ,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *