Gujarat

વિશ્વભરમાં ખેતી સામે અનેક પડકારો ઃ વડાપ્રધાન મોદી

આણંદ
પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ સહકાર મંત્રાલયની સ્થાપના કરી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય હાથ ધર્યું છે. અત્યારે ઓર્ગેનિક ફુડ પ્રોડક્ટના પણ ઉંચા ભાવ મળી રહ્યાં છે. રસાયણીક ખેતીના કારણે જનીનની ઉત્પાદકતા ઓછી થાય છે. જ્યારે પ્રાકૃતિક ખેતીન કારણે જમીનની ઉત્પાદકતા વધે છે. ઉલ્લેખનિય છે કે, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ – એન્ટરીંગ એ ન્યુ એરા ઓફ કો-ઓપરેશન શીર્ષક હેઠળ આણંદમાં ત્રિ દિવસીય કાર્યક્રમો યોજાયા હતા તેમાં કૃષિ અને કૃષિકારોના કલ્યાણ માટે ટેક્નોલોજીના વિનિયોગ તથા નીતિ નિર્ધારણની બાબતો અંગે દેશ-વિદેશના તજજ્ઞો દ્વારા વિચારમંથન કરવામાં આવ્યું હતુઆણંદ ખાતે કૃષિ યુનિવર્સિટીના યજમાન પદે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ત્રીજા અને અંતિમ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જાેડાયા છે.નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આઠ કરોડ ખેડૂતો આપડી સાથે જાેડાયેલા છે. મે આજે વિધાર્થીની જેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વાતો સાંભળી, હુ ખેડૂત નથી પણ આચાર્ય દેવવ્રતની વાત સાંભળીને મને ઘણું શીખવા મળ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કૃષિનું સારૂ માર્ગદર્શન આપ્યું છે. વિશ્વભરમાં ખેતીને પણ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. નવા પડકારો સામે ખેતીમાં પરિવર્તન લાવવું જરૂરી છે. માટીની તપાસથી લઇને બિયારણના સારા ઉત્પાદન માટે તમામ પગલાં લેવાયા છે. જ્યારે માટી જવાબ આપી દેશે ત્યારે શું થશે તે મોટો સવાલ છે. મૂલ ડેરીના હોલમાં યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જાેડાયા છે. અમિત શાહે જણાવ્યું હતું કે, સહકાર મંત્રાલયની સ્થાપના કરી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કદાચ આઝાદી બાદ દેશમાં પહેલીવાર જીડીપીમાં કૃષિ ઉત્પાદનનું જે યોગદાન છે તેને સાર્થક રીતે વધારવાની એક પહેલ તેમણે કરી હતી. કૃષિ ઉત્પાદનથી પણ જીડીપી વધી શકે છે અને એક વૈજ્ઞાનિક રીતે જીડીપીમાં કોન્ટ્રિબ્યૂટર બનાવી શકાય છે. ખેડૂતોની સમૃદ્ધિ માટે કામ કરી શકાય છે તેનું ઉદાહરણ સમગ્ર દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે થયું હતું. અનેક વર્ષો સુધી ૧૦ ટકા કૃષિ ગ્રોથ રેટને જાળવી રાખ્યો હતો. કૃષિ મહોત્સવ થકી ખેડૂતો માટે જરૂરી તમામ બાબતો તેમના સુધી પહોંચાડવાનું કામ કરાયું. ખેડૂતોને જિલ્લાની કે તાલુકાની ઓફિસે જવાની જરૂર ન રહે એ માટે તમામ લાભો તેમને ગામમાં જ મળે તેવા પ્રયોગો કરવામાં આવ્યા. માઇક્રો ઇરેગેશનને પ્રોત્સાહન આપવામાં આવ્યું. વૈજ્ઞાનિક ઢબે પાણીનો યોગ્ય ઉપયોગ કરીને અનેકગણી સિંચાઇને વધારીને ૧૦ ટકા કૃષિ ગ્રોથ રેટને ૧૦ વર્ષ કરતા વધુ સમય સુધી જાળવી રાખ્યો હતો. ૨૦૧૯થી દેશભરના ખેડૂતોને એક અપીલ કરી છે કે પ્રાકૃતિક ખેતીને ખેડૂતો અપનાવે, જે રાષાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરીએ છીએ તેનાથી ભૂમિની ઉત્પાદકતા તો ઘટેજ છે સાથોસાથ જળસંગ્રહની શક્તિ પણ ઘટે છે. ખાવા પીવાની વસ્તુઓ માનવ શરીર માટે હાનિકારક છે. વર્ષો જૂની પાંરપરિક પ્રાકૃતિક ખેતીને પુનર્જીવીત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

PM-Narendra-Modi-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *