Gujarat

વેક્સિનના બીજા ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ કરવા કોર્પોરેશન લોકોના ઘર આંગણા સુધી પહોંચશે

સુરત
ડોર ટુ ડોર સર્વે કરીને શહેરીજનોને કોરોના ની રસી આપવામાં આવી હતી. આ અભિયાનમાં મહાનગરપાલિકાને સફળતા મળતા ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો હતો. બીજા ડોઝની બાકી રહેલી ૪૯ ટકા કામગીરી પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા હવે મોપ એપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન શહેરમાં જે છૂટાછવાયા લોકો રસી થી વંચિત રહી ગયા છે તેમને રસીનો ડોઝ આપીને શહેરના તમામ લોકોને સંપૂર્ણપણે રસીકરણ યુક્ત કરવામાં આવશે. આ સાથે શહેરના તમામ લોકો રસીકરણ યુક્ત થાય અને શહેરીજનોને રસી માટે સેન્ટર સુધી ધક્કો ખાવો નહીં પડે તે માટે વિલંગો, વયસ્ક વ્યક્તિઓ, અને વેક્સીન લેવા ઇચ્છુક હોય તેવા લાભાર્થીઓ માટે ટોલ ફરી નંબર ૧૮૦૦૧૨૩૮૦૦૦ શરૂ કરવામાં આવ્યો છે. આ નંબર પર કોલ કરતા જ તમામ વ્યક્તિઓને પ્રાધાન્ય આપીને વેક્સિનેશન મોબાઈલ ટીમની વ્યવસ્થા કરવામાં આવશે.મહાનગરપાલિકા દ્વારા ટોલ ફ્રી નંબર ૧૯૦૦૧૨૩૮૦૦૦ કાર્યરત કરવામાં આવ્યો છે. જેના પર કોલ કરતાની સાથે સુરત મહાનગરપાલિકાની મોબાઈલ ટિમ સાથે સ્થળ પર જઈને રસી આપશે. આ સાથે કોરોનાની રસી થી વંચિત રહી ગયેલા લોકો માટે મોપએપ કેમ્પનું આયોજન પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ૩૪,૩૨,૭૩૭ વ્યક્તિને કોરોના ની રસી આપવાનો લક્ષયાંક મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જ્યારે બીજા ડોઝના વેક્સિનની અત્યાર સુધી ૫૧ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે. પ્રથમ ડોઝ લીધા બાદ બીજાે ૮૪ દિવસ પછી લેવાનો હોય છે. બે રસી વચ્ચે સમયગાળો વધુ હોય બીજાે ડોઝ લેવામાં લોકોમાં નિરસતા જાેવા મળી હતી. પરિણામે લોકોમાં જાગૃતતા લાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *