ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથના વેરાવળ પંથકમાં આહીર સમાજના આગેવનના બે પુત્રોનો રજવાડી લગ્નતોસ્વ યોજાયો હતો. જેમાં બંન્ને વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈ પરણવા પહોંચ્યા હતા. ગીર સોમનાથમાં હેલિકોપ્ટરમાં જાન આવી હોય એવો આ પ્રથમ કિસ્સો હતો. જેમાં વેરાવળ તાલુકામાંથી વરરાજાની જાન ઉપડી તાલાલા તાલુકામાં ઉતરણ કરી માંડવે પહોંચી હતી.
જિલ્લા મથક વેરાવળ તાલુકાના આજોઠા ગામે રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં આજોઠા ગામના આહીર સમાજના અગ્રણી નાથુભાઈ સોલંકીના બે પુત્રોના લગ્નનો શાહી લગ્નોત્સવ ઉજવાયો હતો. જેમાં બંન્ને વરરાજાની જાન આજોઠાથી હેલિકોપ્ટરમાં ઉડી પાડોશી તાલાલા ગીરના ઘુસીયા ગામમાં શેક્ષણિક સંકુલના ગ્રાઉન્ડમાં ઉતરણ કર્યુ હતું. ત્યાં બાજુમાં ધાવા ગીર ગામએ લગ્ન સ્થળે બંન્ને વરરાજા જાન સાથે પહોંચીયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં હેલિકોપ્ટરમાં વરરાજા પરણવા આવ્યા હોય તે પ્રથમ કિસ્સો હતો. આ રજવાડી લગ્નોત્સવમાં સામેલ થયેલ આહીર સમાજના પરીવારો પારંપરિક પહેરવેશ સાથે પ્રાચીન સંસ્કૃતિની ઝલક સમાન પહેરવેશ પહેરી સહભાગી થયા હતા. જ્યારે રાસ ગરબાની રમઝટમાં ગમન સાંથલ, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ, દિવ્યા ચૌધરી, ઉર્વશી રાદડિયા, નારાયણ ઠાકર સહિતના ખ્યાતનામ કલાકારોએ રંગત જમાવી હતી.
આ લગ્નોત્સવમાં હેલિકોપ્ટરમાં વરરાજાના પ્રયાણને લઈ લોકોમાં અનેરો રોમાંચ જોવા મળતો હતો.
રજવાડી ઠાઠ સાથેની જાનને જોવા હેલીપેડ ગ્રાઉન્ડમાં ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં હેલિકોપ્ટરમાં જાન જોડાતા નાના ભૂલકાંઓમાં અનેરો રોમાંચ પ્રવર્તેલ હતો. ગામની શાળાના વિદ્યાર્થીઓને હેલિકોપ્ટર સ્થળે લઈ જઈ ભૂલકાઓનો જમણવાર યોજી ભૂલકાઓને હેલિકોપ્ટર નજીકથી માણવાનો આનંદ આપ્યો હતો.
Attachments area


