ગિરગઢડા
ભરત ગંગદેવ
ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોની આરોગ્ય સેવામાં વધુ એક ઉમેરો થયો છે. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સ્કીન સ્પેશ્યાલિસ્ટ (એમ.ડી.) ડો. રવિ શામળાની નિમણૂંક કરવામાં આવી આવી છે. જેથી હવે જિલ્લાભરના લોકોને ચામડી, વાળ, ગુપ્તરોગ જેવી બિમારીઓ અને આધુનિક કોસ્મોટિક પ્રોસિજરની સારવાર મળી રહેશે.
રાજકોટ મેડીકલ કોલેજ ખાતે વર્ષ-૨૦૨૧માં અનુસ્નાતક અભ્યાસ ક્રમ પૂર્ણ કર્યા બાદ ડો. રવિ શામળા નિયમોનુસાર રાજ્ય સરકાર દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં નિમણૂંક પામ્યા છે.


