Gujarat

વેરાવળમાં સેવાસેતુ કાર્યક્રમમાં ૧૩૬૩ અરજીઓનો હકારાત્મક નિકાલ

વેરાવળ
વેરાવળમાં ડાભોર રોડ પર કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમનું જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર દ્વારા દિપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના માધ્યમથી રાજ્ય સરકારના ૧૩ વિભાગોની ૫૫ જેટલી સેવાઓ લોકોને એક જ સ્થળે એક છત નીચે પુરી પાડવામાં આવે છે. આજના સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ માટે મળેલી તમામ ૧૩૬૩ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. આ તકે ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે જણાવ્યું કે, સરકારની અગણિત સેવાઓ છેવાડાના લોકોનું ઉત્થાન થાય તેના માટે ચાલી રહી છે. જેનો લાભ લઈને લોકોના જીવનધોરણ સુધર્યા છે. જ્યારે પાલિકા પ્રમુખ પીયૂષ ફોફંડીએ જણાવ્યું કે, સેવાસેતુ એ સરકારનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જેમાં સરકારની અનેક યોજનોને શહેરના તમામ વિસ્તારો અને તમામ વર્ગના લોકો સુધી જાેડનારી કળી બન્યો છે. લોકોને પોતાના આંગણે જઈને સેવાઓ આપનારી આ સરકારે સાચા અર્થમાં સુશાનના અર્થને ચરિતાર્થ કર્યો છે. આ કાર્યક્રમમાં પાલિકા ઉપપ્રમુખ કપિલ મેહતા, ભાજપ અગ્રણી ભરત ચોલેરા, ચીફ ઓફિસર દેવીબેન તેમજ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતાવેરાવળ નગરપાલિકા દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે લોકો માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના જુદા-જુદા ૧૩ વિભાગોની ૫૫ જેટલી સેવાઓ પુરી પાડવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરાયો છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ૬૦ જેટલા સેવાસેતુ કાર્યક્રમ યોજવાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

Service-bridge-program-in-Veraval-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *