શાપર-વેરાવળ મા નવલા નોરતા ની 10 થી વધુ પ્રાચીન ગરબીઓ યોજાઈ હતી.જેમાં માય ભક્તો એ મોટી સંખ્યા મા દર્શન નો લ્હાવો લીધો હતો. અવનવા રાસ ગરબા ની બાળાઓ એ રમઝટ બોલાવી હતી.જેમાં શાપર ગામના રામજી મંદિર ખાતે ના ચાચર ચોક મા પ્રાચીન નવરાત્રી નું આયોજન કરાયું હતું જેમાં સરસ્વતી ગરબી મહોત્સવ માઁ રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી. દરરોજ પોતાના મધુર કંઠે
ગરબા ગાયક એવા
રાજુભાઈ હાપલીયા તેમજ
શિલ્પાબેન પટેલ ના મુખે થી અવનવા પ્રાચીન રાસ ગરબા
પિતૃ સાઉન્ડ ના સથવારે મોજ માણી હતી. તેમજ
નાની બાળાઓ એ પણ ગરબી મા ગરબે ધૂમિ માની આરાધના કરી હતી.9 દિવસ દરરોજ અવનવા પ્રાચીન રાસ રજૂ કરાયા હતા અને ગરબા ની મોજ માણી હતી.દરરોજ મોટી સંખ્યા મા ભાવિક ભક્તો ઉપસ્થિત રહેલ હતા.જેમાં ગત સાંજે બાળાઓ ને ધર્મેશ ભાઈ ટીલાળાં જયેશભાઇ કાકડિયા અને ગરબી મંડળ ના કમિટી સભ્યો સહીત ના હસ્તે બાળાઓ ને લાણી વિતરણ કરાય હતી.જેમાં મોડી સાંજે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યા મા લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે ગામના ઉદ્યોગપતિઓ. તેમજ જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેશ ભાઈ ટીલાળા અને તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઇ ગઢીયા.વાધભાઈ ખૂંટ. પરેશ ભાઈ નિમાવત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.અને નવરાત્રી ઉત્સવ કમિટી ના સભ્યો એ સારી પણ એવી જહેમત ઉઠાવેલ હતી..


