Gujarat

શાપુર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો..  

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના શાપુર ખાતે પ્રજાલક્ષી કામો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકો માટે લાભદાયી અનેક યોજનાઓ જેવી કે આધારકાર્ડ, માં યોજના, જાતિના દાખલા, રેશનકાર્ડ, બેન્ક લોન જેવી કામગીરી માટે  ઘરઆંગણે જ સુવિધા મળી રહે તેને લઈને આ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાપુર તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં વંથલી મામલતદાર કે. કે.પડિયા, શાપુરના અગ્રણી વાલજીભાઇ ફડદુ, જી.પં. સદસ્ય મુકેશભાઈ કણસાગરા તેમજ અન્ય અધિકારીઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.
અહેવાલ હાર્દિક વાણીયા વંથલી

IMG-20211029-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *