મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડામાં “ક્લીન ઈન્ડિયા”કાર્યક્રમની શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ સ્વરૂપે ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં શાળાસ્વચ્છતા,ગ્રામ સફાઈ,રેલી,સુત્રલેખન,ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા,વક્તૃત્વસ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું, સ્પર્ધામાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી ડી.પી. પટેલે પ્રોત્સાહક ઈનામ આપવાનું જાહેર કર્યું, ઉજવણીને સફળ બનાવવા બદલ શ્રી વી.ડી.પરમારને, શ્રી એન જી વાળાને તથા સમસ્ત શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા.


