શ્રીનગર
૧૯૯૦માં જ્યારે સમગ્ર કાશ્મીરમાં અને વિશેષ કરીને શ્રીનગરના ખીણ પ્રદેશમાં જ્યારે ત્રાસવાદ તેની ચરમસીમાએ હતો ત્યારે ત્રાસવાદીઓથી પોતાની મહિલાોની આબરુ બચાવવા હજારોની સંખ્યામાં કાશ્મીરી પંડિતો ઘર-બાર મૂકીને પહેરેલે કપડે પોતાનું વતન એવુ શ્રીનગર છોડી દીધુ હતું ત્યારે પણ માખનલાલ અડગ રહ્યા હતા અને શ્રીનગરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. શ્રીનગરમાં તે પોતાની પત્નીની સાથે રહેતા હતા અને તેમના દવાના વેપારને ખુબ સારી રીતે વધાર્યો હતો અને શ્રીનગર ખાતે તેમનો સ્ટોર ખુબ જ પ્રતિષ્ઠિત અને વિશ્વસનિય હતો. માખનલાલની હત્યાના એક કલાકમાં જ કેટલાંક ત્રાસવાદીઓ શહેરના હવાલ એરિયામાં રસ્તા ઉપર ભેળપૂરી વેચતા એક પરદેશી ફેરિયાને ઠાર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ફેરિયાને પણ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારવામાં આવી હતી જેથી તે કોિ રીતે બચી જઇ શકે નહીં. આ ફેરિયાને પણ હોસ્પિટલ લઇ જવાયો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃતક જાહેર કર્યો હતો. આ બય્હત્યાની વધુ વિગતોની હજુ પોલીસ રાહ જાેઇ રહી છે પરંતુ પોલીસે ્ને અર્ધ લશ્કરીદળોના જવાનોએ જે સ્થળોએ હત્યાઓ થઇ હતી તે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ગુનેગારોની સઘન તપાસ શરુ કરી દીધી હતી. બીજી હત્યા થઇ તેની થોડી મિનિટોમાં જ ત્રાસવાદીઓ બાંદીપોરા જિલ્લાના નઇદકાઇ વિસ્તારમાં મોહંમદ શફી લોન નામના એક સ્તાનિક રહેવાસીને પણ ઠાર માર્યો હતો. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે મૃત લોન ટેક્સી સ્ટેન્ડનો પ્રમુખ હતો.શ્રીનગરમાં ખુબ જ પ્રખ્યાત એવા ેક ફાર્મસી સ્ટોરના માલિક અને કાશ્મીરી પંડિત માખનલાલ બિન્દરુ સહિત ત્રણ લોકોને આજે ત્રાસવાદીઓએ અહીં અને બાંદીપોરા જિલ્લામાં અલગ અલગ બનાવોમાં ગોળીઓથી ઠાર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. અહીં આવેલા બિન્દરુ મેડિકલ સ્ટોરના ૬૮ વર્ષિય માલિક માખનલાલ જ્યારે તેમના સ્ટોરાં બેઠા હતા ત્યારે કેટલાંક અજ્ઞાાત બંદૂકધારીઓએ તેમને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા એમ પોલીસે કહ્યું હતું. જાે કે માખનલાલને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ રસ્તામાં જ તેમનુ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતુ.
