Gujarat

સાંપ્રત સમયમાં વીજસેવા હવે ખૂબ આવશ્યક અંગ ગણાય. થોડાસમયનો અંધારપટ હવે લોકોનાં ઘણાં આવશ્યક કામોમાં અવરોધક બને છે. સાવરકુંડલા શહેરમાં ગત રાત્રે સાવરકુંડલા શહેરનાં અમુક વિસ્તારોમાં લગભગ દોઢેક કલાક વીજ પુરવઠો ખોરવાતાં અંધારપટ છવાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
સાવરકુંડલા શહેરમાં ગઈકાલે રાત્રે મહુવા રોડ ખાતે એક થાંભલા સાથે ટ્રક અથડાતાં શહેરના અમુક વિસ્તારોમાં અંધારપટ જેવું વાતાવરણ જોવા મળેલ. પરંતુ સાવરકુંડલા જીઈબી દ્વારા તાબડતોબ ઘટના સ્થળે પહોંચી અને સમારકામ શરૂ કરી દેવામાં આવેલ અને લગભગ પોણા કલાકે તો આ અંધકારમય વાતાવરણમાં પણ જીઈબી દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરતાં ખૂબ ટૂંકા સમયમાં વિદ્યુતપ્રવાહ પૂર્વવત કરવામાં આવ્યો હતો. જો કે સમગ્ર વિસ્તારમાં પુરવઠો પૂર્વવત થતાં દોઢેક કલાક જેવો સમય લાગ્યો હશે. પરંતુ એકવાત ચોક્કસ કે વિજળી એ હવે ખૂબ આવશ્યક સેવા બની ચૂકી છે. વીજતંત્રની કામગીરી પણ ઘણી પ્રશંસનીય છે. જો કે આજે હાથસણી રોડ પર પણ બે ત્રણ વખત લાઈટે આવજાવ કરી.. આજના હાઈટેક યુગમાં વિદ્યુત એ આમજનતાની પ્રાથમિક આવશ્યકતા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *