Gujarat

સાબરકાંઠા જિલ્લાના તલોદ એસટી ડેપોનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે ઈ.લોકાર્પણ દ્વારા ઓપનીંગ કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લાના તલોદ એસટી ડેપોનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે ઈ.લોકાર્પણ દ્વારા ઓપનીંગ કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નિર્મિત ૫ બસ સ્ટેશનનો તથા ૧ ડેપો-વર્કશોપની રાજ્યની નવા વર્ષે ઇ-લોકાર્પણની ભેટ સાથે ૧૦ બસ સ્ટેશનનોના ઇ-ખાતમુહૂર્ત સમારોહ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અધ્યક્ષતામાં યોજાયો
સાબરકાંઠાના તલોદ મુકામે રૂ. ૨૩૭.૨૮ લાખના ખર્ચે બાંધવામાં આવેલ સુવિધાયુક્ત બસ સ્ટેશનને સાંસદ દિપસિંહ રાઠોડે તક્તિ અનાવરણ કરી જિલ્લાની જનતાને ભેટ ધરી૮ પ્લેટફોર્મની સુવિધા સાથે તૈયાર ૩૦૦ બસોનું આવાગમન થશે અંદાજે ૧૪ હજાર દૈનિક મુસાફરોને એસ.ટી સેવાનો લાભ મળશે.નવલા વર્ષે ૨૦૨૧માં આજે પ્રથમ દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જનતાને સુખ-સુવિધાની અમૂલ્ય ભેટ ધરીને નવા વર્ષનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સવારે પ્રધાનમંત્રીશ્રી દ્વારા લોકોને ઘરનું ઘર મળે તે માટે અંદાજે ૧૧,૦૦ મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને બપોર બાદ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નિર્મિત ૫ બસ સ્ટેશનો તથા ૧ ડેપો વર્કશોપ રાજ્યની જનતાને ઇ લોકાર્પણ સાથે ૧૦ બસ સ્ટેશનોનું ઇ-ખાતમૂહર્ત સમારોહ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના જુદા જુદા તાલુકા મથકોએ રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રીશ્રી, વાહન વ્યવહાર મંત્રીશ્રી, રાજ્ય મંત્રીશ્રીઓ તથા સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જનતાની નવલા વર્ષે નવી ભેટ અર્પણ કરવામાં આવી હતી.સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે રૂ. ૨૩૭.૨૮ લાખના ખર્ચે બંધાયેલા અદ્યતન સુવિધાયુક્ત બસ સ્ટેશનને સાંસદશ્રી દિપસિંહ રાઠોડ દ્વારા તકતીનું અનાવરણ કરી શ્રીફળ વધેરી તાલુકાની તથા જિલ્લાની જનતાને મોટી ભેટ અર્પણ કરી હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી બી.ડી. ઝાલા તથા પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી જયશ્રી ચૌહાણ તથા તલોદ પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પદાધિકારીઓ સ્થાનિક આગેવાનો અધિકારીઓ તથા નગરજનો સોશિયલ ડિસ્ટન્સથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સાંસદશ્રી દિપસિંહ રાઠોડે બસ સ્ટેશનનું નિરીક્ષણ કરી સુવિધાયુક્ત સ્ટીલના બાંકડા ઉપર મહાનુભવોએ બેસીને આનંદ વ્યક્ત કર્યો હતો અને નવા વર્ષે જનતાને મળેલી ભેટ અંગે હર્ષ અને ખુશી વ્યક્ત કરી હતી.

ઉમંગરાવલ સાબરકાંઠા 6353933736

IMG-20210102-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *