Gujarat

સામાન્ય ચુંટણીમાં સાંસદ સહીતના મહાનુભાવો પ્રચારમાં જાેડાયા

મીઠાપુર
દેવભુમી દ્વારકા જીલ્લા અને જામનગર જીલ્લાના પ્રજાવત્સલ સાંસદ શ્રી પુનમબેન માડમ દ્વારા પણ આ વિસ્તારની મુલાકાત લઇ લોકોને ચુંટણીલક્ષી અભિગમ સમજાવવામાં આવ્યો હતો. આ તકે પૂનમબેન સાથે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડા, પ્રભારી શ્રી પ્રદીપભાઇ ખીમાણી, સહપ્રભારી શ્રી બીનાબેન વગેરે જેવા મહાનુભાવો પણ ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાેડાયા હતા. આ વખતે પણ ઓખા નગર પાલીકામાં ફરી પાછો ભાજપનો ભગવો લહેરાય તેવું વાતાવરણ અત્યારથી જ દેખાઇ રહયું હોય તેવું લાગી રહયું છેદેવભુમી દ્વારકા જીલ્લામાં આવેલી અને ચાર જેટલા ગામોને જાેડતી એવી ઓખા નગરપાલીકાની સામાન્ય ચુંટણી આવતી ૩ તારીખે યોજાવાની હોય સ્થાનીક રાજકારણમાં ભારે ગરમાવો જાેવા મળી રહયો છે. ત્યારે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પબુભા વિરમભા માણેક તથા ચુંટણી ઇન્ચાર્જ સહદેવસિંહ પબુભા માણેક દ્વારા પાલીકાના દરેક વોર્ડમાં જન સભાઓ યોજી ભાજપની વિકાસયાત્રાને આગળ વધારી સ્થાનીકોને ફરી એક વાર ભાજપના ઉમેદવારને જ ચુંઢી કાઢવા અનુરોધ કરાયો હતો. જાેકે ઓખા નગર પાલીકામાં આમ જાેવા જઇએ તો છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું જ રાજ છે છતા પણ દરેક ઉભેલા ઉમેદવાર દ્વારા પણ ચુંટણી પ્રચારમાં લાગી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *