Gujarat

સાયક્લોથોન ૨૦૨૧ ફીટ ઈન્ડિયા કેમ્પેઇન અંતર્ગત સાવરકુંડલા શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બિનચેપી રોગોને ભગાવવા  આજરોજ રવિવારે નાનાથી મોટી ઉંમરના લોકો માટે સાયક્લિંગનું આયોજન કરવામાં આવેલ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  અમરેલીના શ્રી ડોક્ટર જયેશ પટેલ સાહેબ , ડોક્ટર જોશી સાહેબ,ડોક્ટર જાટ સાહેબ ,ડોક્ટર સિંઘ સાહેબ,ડોક્ટર મીના સાહેબ સાવરકુંડલાના માર્ગ દર્શન નીચે ફીટ ઇન્ડિયા કેમ્પેન સાયકલ ચલાવી બિન ચેપી રોગ ભગાડો એવા હેતુથી એસ.એમ. જી. કે. બાયપાસ મહુવા રોડ સાવરકુંડલા  ખાતેથી સાયકલ ચલાવી .નાના બાળકોથી માંડી મોટેરા સુધી તમામ અંદાજે ૫૦ થી પણ વધુ લોકોએ લાભ લીધો. જેમાં અર્બન હેલ્થ ઓફિસર શ્રી ડૉ મયુર પારઘી  સાહેબ , ડૉ રોનક ગોંડલિયા સાહેબ , સુપર.શ્રી પિયુષભાઈ જેઠવા , ઓપરેટર શ્રી હરેશભાઈ ગાળીયા, શ્રી અફજલભાઈ  ખોરાણી ફાર્માશિષ્ટ વગેરે અર્બનની તમામ ટીમ દ્વારા ડાયાબિટીસ,બી.પી., કેન્સર વગેરે બિન ચેપી રોગો ના ફેલાય તે માટે તમામને ખાસ ૨ થી ૫ કિલોમીટર સાયકલ રોજ નિયમિત ચલાવવી  તેમજ પરસેવો થાય તેવી કસરત રોજ કરવાની સમજણ આપી .આ કાર્યક્રમને સફળ બનાવવા  ખાસ તમામ વેક્ટર કન્ટ્રોલ શ્રમયોગી અર્બનના ભાઈઓનો વિશેષ સહકાર અને મદદ મળેલ .તમામ લાભાર્થીને નાસ્તો તેમજ તમામને ભેટ આપી ખાસ આવેલા તમામનો આભાર માન્યો હતો અને ઓન લાઇન સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવશે.વિશેષમાં સાવરકુંડલા શહેર પી.આઇ.શ્રી ગોસ્વામી સાહેબ તેમજ તેમના સ્ટાફ દ્વારા કામગીરીમાં સહયોગ આપેલ .

IMG-20211226-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *