Gujarat

સાવરકુંડલા કે.કે. હોસ્પિટલમાં ખુલ્લી ગટરો અને મચ્છરોનો ઉપદ્રવ આમાં રોગ મટે કે વધે? સાવરકુંડલા હોસ્પિટલ પાસેના રહીશો દુર્ગંધના કારણે દરવાજા ખોલી નથી શકતા, તો આમાં દર્દીઓનું શુ થતું હશે? 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
     સાવરકુંડલા કે.કે. હોસ્પિટલ શહેરની મધ્યમાં આવેલ છે આજુ બાજુમાં રહેતા રહીશો તેમાંય ખાસ કરી હોસ્પિટલ પાછળના ભાગમાં રહેતા રહીશોને હોસ્પિટલમાં ખુલ્લી ગટરો અને તેમાંથી આવી રહેલી દુર્ગંધ અને મચ્છરોના કારણે લોકો પોતાના ઘરના દરવાજા ખોલી નથી શકતા અને ઘરે ઘરે ડેન્ગ્યુ મેલેરિયા ના કેસો આવી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં સારવાર માટે આવેલ દર્દીની સ્થિતિ કેવી થતી હશે કેટલાક વોર્ડમાં સાંજના ટાઈમે મચ્છરના જુંડ ફાડી ખાય છે તો દર્દીના રોગ વધે કે ઘટે? હોસ્પિટલના પાછળના ભાગમાં પોસ્ટમોટમ રૂમ આવેલ છે ત્યાં આજુ બાજુમાં હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ પણ ત્યાં ને ત્યાં ફેંકવામાં આવે છે તેવું પણ જાણવા મળી રહ્યું છે.
  આ અંગે લોકો દ્વારા હોસ્પિટલ સ્ટાફ ને અનેક વાર રજૂઆતો કરવામાં આવેલી છે છતાં પરિસ્થિતિ જેમની તેમજ છે હાલના સમયે ભારત દેશ અને દુનિયા અત્યંત આક્રમક વાયરસો નો શિકાર બની રહી છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં સરકાર અનેક ગાઈડ લાઈનો બહાર પાડી લોકજીવન ટકાવવી રાખવાના પુષ્કળ પ્રયત્નો કરી રહીછે અને લોકોમાં જાગૃતિ આવે તેની મહેનત કરતી હોય ત્યારે આ કે.કે હોસ્પિટલના સ્ટાફનું પેટનું પાણી પણ નથી હલતું નજરની સામેજ ગંદકી અને રોગચાળો જોય ને પણ આંખ આડા કાન કરી રહ્યું છે આ સ્ટાફને કોઈજ ગાઈડ લાઈન કે સરકારશ્રીના નિયમો લાગુ નથી પડતા? માત્ર આમ જનતા માટેજ નિયમો અને જાગૃતતા લાવવાની છે લોકોને આરોગ્યના જાણકાર પાસેથી જે આશા છેજ લોકો  હોસ્પિટલમાં ગંદકી કરી લોકોને નુકશાન કરી રહ્યા છે તેની સામે  ઉચ્ચ અધિકારી દ્વારા તાત્કાલિકના ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ ગંદકીના સામ્રાજ્ય ને સાફ સફાઈ કરી લોકોને ડેન્ગ્યુ તેમજ અન્ય બીમારીઓથી બચાવી લેવામાં આવે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે..

IMG-20211210-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *