Gujarat

સાવરકુંડલા શહેર એટલે મોટાભાગના શોપિંગ કોમ્પલેક્ષમાં દ્વિચક્રી વાહનો માટે કોઈ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ નથી.. જાહેર ફૂટપાથ પર દ્વિચક્રી વાહનો પાર્કિંગ થતાં ફૂટપાથ પર ચાલવું લોકો માટે મુશ્કેલ.. આવી પરિસ્થિતિમાં સાવરકુંડલા સુવર્ણકુંડલા કેમ બને?? જનતામાં ચર્ચાતો યક્ષપ્રશ્ન…!! 

(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હોય સુગમ અને સરળ વ્યવસ્થા પાર્કિંગ તણી લોકોને હરવા ફરવા માટે સુવિધા મળે ખરી..!!
    સાવરકુંડલા શહેરમાં મોટાભાગનાં શોપિંગ સેન્ટરમાં પાર્કિંગ જ નથી એટલે મોટેભાગે કૂટપાથ કે જે લોકોને ચાલવા માટે બનાવવામાં આવી હોય ત્યાં દ્વિચક્રી વાહનોનું પાર્કિંગ થતું જોવા મળે છે. પરિણામે લગ્ન સમારંભમાં કે કોઈ મેળાવડા કે ઝૂલુસ સમયે તો પરિસ્થિતિ ખૂબ કપરી થાય છે અને રોજિંદા જીવનમાં પણ આ વાહનોનાં પાર્કિંગની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની જાય છે. ખાસ કરીને જાહેર બેંકો કે કચેરીઓમાં જેવી કે પોસ્ટ ઓફિસ, બેંક કે જે લોકો માટે ખૂબ જ આવશ્યક સેવાઓ પૂરી પાડતાં સ્થળો તરીકે ઓળખવામાં આવે છે. અહીં ટ્રાફિક સમસ્યાના પ્રશ્ર્નો સર્જાયા વગર રહેતાં નથી.. સામાન્ય સંજોગોમાં આમજનતાને એ સમજાતું નથી કે શોપિંગ સેન્ટર કે કોમ્પલેક્ષમાં પાર્કિંગની જોગવાઈ કેમ નથી એ યક્ષપ્રશ્ન લોકોને સતત પરેશાન કરે છે.!!
   આ સંદર્ભે તંત્ર કોઈ જાહેર પાર્કિંગની ચોક્કસ પોલિસી ઘડી તેનાં માટે હવે જાહેર પાર્કિંગ સ્થળોની સુવિધા ઉપલબ્ધ કરાવે તે ખૂબ જરૂરી છે. આમ તો આ વધતાં જતાં વાહનોનાં યુગમાં કોઈ પણ જાહેર બહુમાળી શોપિંગ સેન્ટર કે કચેરી કે હાઉસિંગ કોમ્પલેક્ષમાં વાહનો માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હોવી જ જોઈએ.. આવી  ઈમારતોનું નિર્માણ થયું છે ત્યાં વાહન પાર્કિંગની સુવિધા શામાટે ઉપલબ્ધ નથી કરવામાં આવી તેનો પણ સંલગ્ન તંત્ર દ્વારા જાહેર ખુલાસો કરવો જોઇએ અને હવે આ જાહેર પાર્કિંગની સુવિધા કેમ સુલભ બને સુગમ બને અને લોકોનાં દૈનિક માથાનાં દુખાવા સમાન સમસ્યાનું નિરાકરણ વહેલી તકે કેમ આવે એ માટે તંત્રે કોંક્રીટ પ્લાન કરી તેનું યુધ્ધના ધોરણે અમલીકરણ કરવું જોઈએ.. બાકી આવું જ રહ્યું તો સાવરકુંડલા સુવર્ણકુંડલા કઈ રીતે થાય.. આમ ને આમ જનતા ક્યાં સુધી પીસાઈ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *