Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી કાઠી વિદ્યાર્થી ભવન ખાતે તાજેતરમાં ચૂંટાયેલા કાઠી સમાજનાં સાવરકુંડલા અને લીલીયા વિસ્તારનાં સરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓનાં સંન્માન કરવામાં આવ્યાં.. સાથો સાથ રાજકારણ નહીં પરંતુ રાજનીતિની અનોખી પરંપરાને અનુસરી રાજધર્મ બજાવી પોતાના ગામને આદર્શ ગોકૂળિયું ગામ બનાવી સમગ્ર ગુજરાતભરમાં એક નવો આયામ સ્થાપિત કરવાનાં સંકલ્પ લેવામાં આવ્યાં.. તમામ નવનિયુક્ત સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓનું શાલ ઓઢાડી કૂલહારથી કાઠી અગ્રણીઓ દ્વારા હાર્દિક સંન્માન સ્વાગત કરવામાં આવ્યું. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજ રોજ સાવરકુંડલા શ્રી કાઠી વિધાર્થી ભવન સાવરકુંડલા તાજેતરમાં ચૂંટાયેલા કાઠી સમાજના સરપંચો અને સભ્યશ્રીના સન્માન કરવામાં આવ્યા હતા આ સન્માન કાર્યક્રમમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના સરપંચો બહોળી સંખ્યા હાજર રહ્યા હતા અને સમાજના આગેવાનો અને યુવાનો પણ હાજર રહયા હતા કાર્યક્રમના આરંભમાં દીપ પ્રાગટય કરી ભગવાન શ્રી સૂર્યનારાયણના આશીર્વાદ લીધેલ હતા ત્યારે બાદ સમાજના યુવાન શ્રી ઉદયભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવેલ હતું અને નવ નિયુક્ત સરપંચશ્રી અને સભ્યોશ્રીઓનું સાલ ઓઢાડી અને ફૂલ હાર પહેરાવી સન્માન કરવામાં આવેલ હતું પ્રવીણભાઈ કોટીલાએ નવનિયુક્ત સરપંચ અને સભ્યોને અભિનંદન પાઠવ્યાં હતાં અને આપ આપના ગામમાં લોકો ખૂબ સારા કામ કરી અને રાજકીય ક્ષેત્રે ખૂબ શીખરોસર કરો તેમન મંગળુભાઈ ખુમાણ મેવાસાવાળાએ સમાજમાં રાજકારણ નહિ પણ રાજનીતિ કરજો એવી ટકોર કરી હતી ભરતભાઇ ગિડાએ અભિનંદન પાઠવ્યા હતા અને સરપંચ એટલે ગામના પ્રથમ નાગરિક છો આપ સારા કામ કરો એવી આશા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો શ્રી અશોકભાઈ ખુમાણ ઠવી શ્રી બાવકુભાઈ ખુમાણ વીરડી શ્રી ભાભલુભાઈ ખુમાણ જીઝુંડા શ્રી નજુભાઈ ખુમાણ જાબાલ શ્રી દિલુભાઈ ખુમાણ મેકડા શ્રી પ્રતાપભાઈ કોટીલા સાવરકુંડલા શ્રી દાદભાઈ ધાંધલ ચાંદગઢ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા આખા કાર્યક્રમનું આયોજન શ્રી કેતનભાઈ ખુમાણ સેજલ શ્રી જયરાજભાઈ ખુમાણ સીમરણ કરેલ હતું

IMG-20211227-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *