સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં નદીબઝાર પાસે આવેલ કંસારા બજાર અને શહેરની મધ્યમાંથી પસાર થતો હાઈવેને જોડતો એક પુલ બને તો કંસારા બજાર તરફ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને ઘણી રાહત મળે
આમ તો શહેરની વચ્ચોવચ્ચ મધ્યમાંથી નાવલી નદી વહે છે. ખાસ કરીને ચોમાસામાં આવતાં પૂરને કારણે આ નદીનાં પટમાં વહેતાં ધસમસતા પાણીનાં વહેણમાં પાકો આરસસીસી પુલ હોય તો જ ટકી શકે બાકી સિમેન્ટનાં ભૂંગળા નાખી અને બનાવેલ પુલ ટકી શકે નહીં. એટલે સાવરકુંડલા શહેરમાં આ કંસારા બજાર અને નદીમાંથી પસાર થતાં મુખ્ય રસ્તાને જોડીને એક મજબૂત અને કાયમી ટકી શકે તેવાં પુલનું નિર્માણ થાય તો માત્ર ચોમાસું જ નહીં પરંતુ બારેમાસ આ વિસ્તારનો ઘણો ટ્રાફિક હળવો થઈ શકે. વાત માત્ર અમલીકરણની છે. ખાલી કાચું કામ કરવાથી તો હંગામી ધોરણે લોકોને રસ્તો ક્રોસ કરવાની રાહત થાય. આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા યોગ્ય સર્વે કરાવી અહીં પાકો આરરસીસી પુલ બનાવવામાં આવે એવું આ વિસ્તારનાં રહીશો ઈચ્છે છે. બાકી થીંગડાં મારવાથી કાયમી ધોરણે સમસ્યાનું નિવારણ નહીં થાય તે પણ સર્વવિદિત છે. પ્રસ્તુત તસવીરમાં બે દિવસ પહેલાંની તસવીર ચોમાસા દરમિયાન આ નદીનાં પટની સ્થિતિ દર્શાવે છે. જ્યારે બીજી તસવીરમાં હજુ ગઈકાલે તારીખ ૨૭ મી ડિસેમ્બરનાં રોજ નગરપાલિકા દ્વારા થોડું સમારકામ કરી અને નીચાણવાળો રસ્તો કામચલાઉ ધોરણે કરવામાં આવેલ છે.. કાયમી ધોરણે અહીં પાકો આરરસીસી પુલ બનાવવામાં આવે એવું આમજનતા ઈચ્છે છે.

